• Gujarati News
  • ડી.ડી. ગલ્‌ર્સનો વાર્ષિ‌કોત્સવ ઉજવાયો

ડી.ડી. ગલ્‌ર્સનો વાર્ષિ‌કોત્સવ ઉજવાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી: શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આગવું પ્રદાન કરી જેઓ પારિતોષિકો-શિલ્ડોના હકદાર બન્યા છે તેમને ધન્યવાદ-અભિનંદન. જેઓ ઈનામ મેળવી શક્યા નથી તેઓ હિંમત રાખી મહેનત કરશો તો ધારેલી સફળતા મેળવી શકશો. ઉપરોક્ત શબ્દો નવસારી કેળવણી મંડળ સંચાલિત ડી.ડી. ગલ્‌ર્સ હાઈસ્કૂલ ફોર ગલ્‌ર્સના પારિતોષિક પ્રદાન સમારોહના અધ્યક્ષસ્થાનેથી સંસ્થાના પ્રમુખ વિરેન્દ્ર દેસાઈએ ઉચ્ચાર્યા હતા. મંત્રી ગિરીશભાઈ હરિપ્રસાદ દેસાઈએ વિદ્યાર્થિ‌નીઓએ બોકિસંગમાં રાજ્યકક્ષાએ પ્રથમ આવી સંસ્થાનું નામ રોશન કરતા આનંદ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓને ડો. મધુરીકાબેન નાયકના હસ્તે ઈનામો એનાયત થયા હતા. બોકિસંગમાં કુલ ૮ વિદ્યાર્થિ‌નીઓને રાજ્ય સરકાર તરફથી વાર્ષિ‌ક રૂ. ૪૮૦૦૦ લેખે કુલ રૂ. ૩,૮૪,૦૦૦ની શિષ્યવૃત્તિ મેળવી હતી.