• Gujarati News
  • વિજલપોરમાં યુવાન પર હુમલો કરાયાની ફરિયાદ

વિજલપોરમાં યુવાન પર હુમલો કરાયાની ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી
વિજલપોર રેલવે ફાટક નજીક એક ગ્રુપના મિત્રો વચ્ચે નજીવી બાબતે વાતનું વતેસર થતાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. નિલેશ બપનરાવ સનસ ((રહે.અમીધારા સોસાયટી, વિજલપોર))એ જલાલપોર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેમના ગ્રુપના જ મનાતા નવીન કેશવભાઈ કુવાડીયા તથા તેના દીકરાએ નિલેશ સનસ ઉપર હુમલો કર્યો હતો અને ધમકી આપી હતી. નિલેશ સનસના ઘરે કામ કરવા આવતી મહિ‌લાએ અગાઉ કોઈ કારણસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તે બાબતે નવીન કુવાડીયા ((રહે.મફતલાલ મિલ, તળાવ પાસે, ક્રિષ્નનગર-૨)) એ નિલેશને અપશબ્દ બોલતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને તે ઉગ્ર ઝઘડાને કારણે મામલે થાળે પડયો હતો. આ ઘટના અંગે પોલીસે નિલેશની ફરિયાદને તપાસ હાથ ધરી છે.