તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પાટીમાં ૭૬ હજારનો દારૂ ભરેલી કાર ઝડપાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટીમાં ૭૬ હજારનો દારૂ ભરેલી કાર ઝડપાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી
ઈંગ્લીશ દારૂના કેસમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પહોંચેલી એસઓજીની ટીમે સ્વીફટ કારમાંથી રૂ. ૭૬,૮૦૦ની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. જોકે પોલીસે જેને પકડવા પહોંચી હતી એ આરોપી જ દારૂની હેરાફેરી કરતો હતો અને કાર મુકી પલાયન થઈ ગયો હતો. ખેરગામ પોલીસ મથકમાં આ ઘટનાની ફરિયાદ નોંધાઈ છે.
ચીખલી પોલીસ મથકમાં દારૂના ગુનામાં સંડોવાયેલા તથા અન્ય પોલીસ મથકમાં પણ પાંચ જેટલા ગુનાઓમાં સંડોવાયેલા રાજેશ રામુભાઈ પટેલ ((રહે. કાકડવેરી, નિશાળ ફળિયા, તા. ચીખલી, જિ. નવસારી)) નાસતો ભાગતો હોવાથી આરોપી રાજેશ પટેલને ઝડપી પાડવા એસઓજીની ટીમે કોમ્બિંગ હાથ ધર્યું હતું. દરમિયાન સ્વીફટ કાર ((નં. જીજે-૨૧-એએચ-૩૯૩૬))માં પાટી ગામે નદી ફળિયામાં ઉપરોક્ત આરોપી પોતાની કારમાં આવનાર હોવાની બાતમી મળતા જ પીઆઈ એન.પી ગોહિ‌લ તથા તેમની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન ઉપરોક્ત નંબરવાળી કાર આવતા નાસતા ભાગતા આરોપીને ઝડપી પાડવા પહોંચેલી ટીમ વોચમાં હોવાનું જાણતા જ આરોપી પોલીસથી થોડે દુર પોતાની સ્વીફટ કાર ઉભી રાખી તેના માણસો સાથે અંધારાનો લાભ લઈ ભાગી છૂટયો હતો.
પોલીસને મળેલી કારમાંથી રૂ. ૭૬,૮૦૦ની કિંમતની ૧૨૨૪ નંગ બાટલીઓ મળી આવતા પોલીસે રૂ. પ લાખની કાર સાથે દારૂનો જથ્થો મળી કુલ રૂ. પ,૭૬,૦૦૦નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. એસઓજી તથા ખેરગામ પોલીસનું આ સંયુક્ત ઓપરેશનમાં નાસતા ભાગતા આરોપીને સ્થાને દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી હતી. જ્યારે આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો