તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વાંસદા કોલેજનો વાર્ષિ‌કોત્સવ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદા કોલેજનો વાર્ષિ‌કોત્સવ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારી આ‌ર્ટસ એન્ડ કોમ‌ર્સ કોલેજ તથા સરકારી બી.એડ. કોલેજ વાંસદાનો સંયુક્ત વાર્ષિ‌કોત્સવ અને ઈનામ વિતરણ સમારોહ પ્રાયોજના વહીવટદાર સી.પી.નેમાના પ્રમુખસ્થાને ઉજવાયો હતો. સમારંભના મુખ્ય મહેમાન ડો. ધનેશ વૈદ્ય વિદ્યાર્થીઓએ પસંદ કરવાના વિષયો તથા કોમ‌ર્સ તરફ વળી આ વિદ્યાર્થીઓમાં સીએ, એમબીએ થવાની ક્ષમતાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. તેમણે રવુભાઈ ગોપાલદાસ વૈદ્યની સ્મૃતિમાં સ.વિ.વા. કોલેજ તથા બી.એડ. કોલેજ વાંસદાને પાંચ-પાંચ હજારના દાનના વ્યાજમાંથી દર વર્ષે અભ્યાસમાં પ્રથમ આવનારને ઈનામની ઘોષણા કરી હતી. આચાર્ય ડો. જે.ટી. ચૌધરીએ શૈક્ષણિક, રમતગમત તથા સાંસ્કૃતિક સિદ્ધિનો પરિચયાત્મક ખ્યાલ આપી ભાવનાબેન પટેલે બી.એ. સમાજશાસ્ત્ર વિષયમાં મેળવેલ ગોલ્ડમેડલ તથા યુનિ.ની પ૦૦૦ મીટર દોડમાં મુરલીભાઈ ગાંવિતે મેળવેલ મેડલને બિરદાવ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાસ, ગરબો, એકાંકી, લોકનૃત્ય, ફિલ્મી ગીત, ફિલ્મી ડાન્સ વગેરે કૃતિઓ રજૂ થઈ હતી. તસવીર તુલસીદાસ વૈષ્ણવ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો