તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • નવસારીની સાયન્સ કોલેજનો વાર્ષિ‌કોત્સવ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીની સાયન્સ કોલેજનો વાર્ષિ‌કોત્સવ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિ‌ટી સંલગ્ન બરજોરજી પેસ્તનજી બારીયા સાયન્સ ઈિન્સ્ટટયૂટ નવસારીનો વાર્ષિ‌કોત્સવ કોલેજ હોસ્ટેલ સ્થિત મહાત્મા ગાંધી ઓપન એર થિયેટર ખાતે યોજવામાં આવ્યો હતો. સમારંભના અધ્યક્ષસ્થાને શહેરના જાણીતા ડેન્ટીસ્ટ ડો. મેહુલભાઈ પટેલને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા વિશેષ સિદ્ધિ મેળવનાર અધ્યાપકોનું ડો. મેહુલ પટેલ તથા સંસ્થાના ટ્રસ્ટી અસ્પીભાઈ ફનીબંદા તેમજ ઈનચાર્જ આચાર્યા ડો. દીનાબેન ચાંપાનેરી હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન દક્ષિણ ગુજરાત યુનિવર્સિ‌ટીની ૨૦૧૩ની પરીક્ષામાં કેમેસ્ટ્રી વિષયમાં સમગ્ર યુનિવર્સિ‌ટીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર દિવ્યા પટેલ અને અંગ્રેજી વિષયમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર ડીંકી કમલેશભાઈ શાહનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાંસ્કૃતિક સમિતિના અધ્ય-ા પ્રાધ્યાપક મુકેશ ટંડેલ તથા પ્રા. ડો. કીર્તિ‌દા વૈદ્યે કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો