તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • નવસારીમાં પાસ કઢાવવા માટે ૃચ્ ’વિદ્યાર્થીઓની લાંબી કતારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં પાસ કઢાવવા માટે ૃચ્/’વિદ્યાર્થીઓની લાંબી કતારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી
નવસારી એસ.ટી. ડેપોમાં વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમને કારણે વિદ્યાર્થીને પાસ કાઢી આપવામાં સમય જતાં વિદ્યાર્થીઓએ લાઈનમાં ઉભા રહીને પરસેવો પાડવાનો વારો આવ્યો છે.
વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટા ડેપો તરીકે ગણના પામેલા વલસાડ ડિવિઝનના નવસારી ડેપોમાં વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે નવનેજા આવી રહ્યા છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને પણ વિદ્યાર્થીઓને પોતાનો નંબર સાંજ સુધીમાં આવશે કે કેમ તેવો વિચાર આવે તેવી સ્થિતિ ઉભી થઈ છે. વહેલી સવારથી જ વિદ્યાર્થીઓની પાસ કઢાવવા માટેની લાઈન લાગી જાય છે. જે કાઉન્ટર બંધ થાય ત્યાં સુધી રહે છે. તેમાંય કેટલાય વિદ્યાર્થીઓએ દિવસ દરમિયાન કતારમાં ઉભા રહેવા પછી પણ નંબર નહીં લાગતા બીજા દિવસે ધક્કો ખાવો પડે છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓની હાલત કફોડી બની જાય છે. એક તરફ અભ્યાસ તો બીજી તરફ લાઈનમાં ઉભા રહેવા છતાં પાસ નહીં નીકળતા સમય પણ વેડફાય છે. જેથી વિદ્યાર્થીઓએ પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારી ડેપો ઉપર હજારનો સંખ્યામાં વિદ્યાર્થીઓ માસિક, ત્રિમાસિક, છમાસિક પાસ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત રોજિંદા મુસાફરોના પણ પાસ નવસારી ડેપો ઉપરથી કાઢવામાં આવે છે. હાલ વિદ્યાર્થીઓના જ પાસની સંખ્યા ઘણી વધારે હોવાથી અને કમ્પ્યુટરાઈઝ્ડ પાસ કાઢવામાં આવતા હોવાથી મુશ્કેલી વધી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો