તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • નવસારીમાં બાંધકામોની પરવાનગી વિવાદમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં બાંધકામોની પરવાનગી વિવાદમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
@ મંગળવારે ટાઉન પ્લાનિંગ કમિટીમાં ૧૪૨ બાંધકામોની પરવાનગી અંગે નિર્ણય લેવામાં આવનાર હતો
@ ટી.પી. કમિટીના સભ્યએ નગરપાલિકાના જવાબદારોની બાંધકામ પરવાનગીની નીતિ વિરૂદ્ધ ફરિયાદ કરી
ભાસ્કર ન્યૂઝ. નવસારી
નવસારી શહેરના ૧૪૨ બાંધકામોની પરવાનગીમાં આખરે વિવાદ સર્જા‍યો છે. ટાઉન પ્લાનિંગ કમિટીના સભ્ય તથા વિપક્ષે આજે મંગળવારે ટી.પી. કમિટીની બેઠકના દિવસે જ બાંધકામના કામોની ફાઈલો અભ્યાસ માટે ન અપાતા જિલ્લા કલેકટરને ફરિયાદ કરી છે.
નવસારી શહેરમાં બાંધકામની પરવાનગીની નીતિ બદલવામાં આવી છે. માત્ર કોમર્શિ‌યલ યા મોટા બાંધકામો જ નહીં પરંતુ નાના યા પુરક બાંધકામોની પરવાનગી પણ પાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીમાં જ આપવાનો દિશાનિર્દેશ ઉચ્ચ સ્તરેથી આવ્યો છે. એક યા બીજા કારણે પાલિકાની ટીપી કમિટીની બેઠક મળતી ન હતી. જેને કારણે બાંધકામોની પરવાનગીનો ઢગલો થઈ ગયો હતો. ઘણાં દિવસો બાદ આજે ૨પમીએ ટી.પી. કમિટીની બેઠક બોલાવવામાં આવી ત્યારે ૧૪૨ નાના-મોટા બાંધકામોની પરવાનગી આપવાનું કામ ટીપી કમિટી સમક્ષ આવ્યું હતું. જોકે ટીપી કમિટીની બેઠક ટાણે જ બાંધકામની પરવાનગી વિવાદમાં ઘસડાઈ હતી.
નવસારી પાલિકાની ટી.પી. કમિટીના સભ્ય એવા કોંગ્રેસી મહિ‌લા ર્કોપોરેટર ઉર્મિ‌લાબેન કહારના જણાવ્યા મુજબ ટી.પી. કમિટીની બેઠક જાહેર થયા બાદ તેમના દ્વારા એજન્ડા ઉપર જે બાંધકામોના કામો લેવાયા હતા તેની ફાઈલો અભ્યાસ માટે પાલિકાના જવાબદાર અધિકારી પાસે માંગવામાં આવી હતી. જોકે અધિકારીઓ દ્વારા તે આપવામાં આવી ન હતી. તેથી વિના અભ્યાસે તેઓ કમિટીમાં કામોની મંજૂરી આપી શકે એમ નથી. અહીં ઉલ્લેખનીય છે કે ઉર્મિ‌લાબેન કહારે અભ્યાસ કર્યો ન હોય એજન્ડા ઉપરના તમામ બાંધકામોની પરવાનગીના કામોમાં વિરોધ લખાવ્યાની જાણકારી મળી છે.
ટી.પી. કમિટીના સભ્ય ઉર્મિ‌લાબેન કહાર ઉપરાંત પાલિકાના વિપક્ષી નેતા મીનાબેન પટેલે પણ બાંધકામની પરવાનગીની નીતિરીતિનો વિરોધ કર્યો છે. તેમણે પણ કલેકટરમાં ફરિયાદ કરી છે. તેમાં જણાવ્યું છે કે બાંધકામની પરવાનગીના કામોના સ્થળ નિરીક્ષણની માગ કરવા છતાં પાલિકાના જવાબદારોએ સહકાર આપવાની સ્પષ્ટ ના પાડી હતી. વિપક્ષી નેતાએ શહેરમાં પરવાનગી વિના જ અનેક બાંધકામો શરૂ થઈ ગયાનો આક્ષેપ કરી આ તમામ બાબતે તપાસ કરવાની પણ કલેકટર સમક્ષ માગ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો