તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વિજલપોરમાં ૪પ૦૦ મિલકતધારકને નોટિસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજલપોરમાં ૪પ૦૦ મિલકતધારકને નોટિસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે મિલકતધારકોને જપ્તીની નોટિસ પણ અપાઈ
ભાસ્કર ન્યૂઝ. નવસારી
નાણાંકીય વર્ષ પુરું થવાને માંડ એક જ મહિ‌નો બાકી છે ત્યારે વધુ વેરા વસૂલાત કરવા માટે વિજલપોર પાલિકાએ ૪પ૦૦ જેટલા મિલકતધારકોને વેરાની આખરી નોટિસ ફટકારી છે. બે મિલકતધારકોને જપ્તીની નોટિસ પણ આપી છે.
નાણાંકીય વર્ષ ૨૦૧૩-૧૪ પૂર્ણ થવાને એક જ મહિ‌નો ((૩૧ માર્ચ)) બાકી છે. આ સ્થિતિમાં નગરપાલિકાઓ સ્વભંડોળની મુખ્ય ગણાતી આવક મિલકતવેરો વસૂલવા સક્રિય બની છે. વિજલપોર પાલિકાએ પણ વેરાવસૂલાતની કામગીરી ઝડપી બનાવી છે.
મળતી માહિ‌તી મુજબ વિજલપોર શહેરમાં રહેણાંક, કોમર્શિ‌યલ, ઔદ્યોગિક તમામ મળી અંદાજે ૨૩ હજાર મિલકતો આવેલી છે. આ મિલકતોમાંથી હજુ ૪પ૦૦થી વધુનો વેરો બાકી રહ્યો છે.
આ બાકીદારો પાસે વેરા વસૂલવા માટે વિજલપોર નગરપાલિકાએ આખરી નોટિસ ફટકારી છે. નોટિસમાં પાલિકાએ નિર્ધારિત મુદતમાં વેરો ન ભરે તો કડક પગલાં લેવાની ચીમકી પણ આપી છે.
આ ઉપરાંત શહેરમાં આવેલ બે મિલકતો કે જેનો વેરો વધુ બાકી છે તેમને જપ્તીની વોરંટની નોટિસ પણ આપી છે.
આ મિલકતધારકોને ૭ દિવસમાં વેરો ન ભરે તો તેઓની મિલકત જપ્ત કરવાની નોટિસ આપી છે. અહીં ઉલ્લેખનીય છે કે વિજલપોર પાલિકા છેલ્લા બે વર્ષથી વિક્રમસર્જક ૯૦ ટકાથી વધુ વસૂલાત કરી રહી છે. ચાલુ સાલ પણ ૯૦ ટકાનો મેજિક ફિગર વટાવવાની પાલિકાની નેમ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો