તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અક્ષરધામમાં જવા માટે અક્ષરરૂપ થવું અનિવાર્ય છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અક્ષરધામમાં જવા માટે અક્ષરરૂપ થવું અનિવાર્ય છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી
આપણે અક્ષરરૂપ-બ્રરૂપ થઈને પરબ્ર પુરૂષોત્તમ નારાયણ-સ્વામિનારયણ ભગવાનની ભક્તિ કરવાથી જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મેળવવાની છે. અક્ષરધામમાં જવા માટે અક્ષરરૂપ થવું અનિવાર્ય છે. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષરબ્ર છે. પ્રમુખ સ્વામી મહારરાજ દ્વારા ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે. આ વાત દૃઢતાથી માનવાની છે. હૃદયસ્થ કરવાની છે. પ્રમુખ સ્વામી મહારાજ આપણા ગુરૂ છે. એમનામાં દિવ્યભાવ, દૃઢ પ્રીતિ અને આત્મબુદ્ધિ રાખવાની છે, નિર્દોષભાવ રાખવાનો છે અને એમની આજ્ઞા મુજબ જીવન બનાવવાનું છે. ઉપરોક્ત શબ્દો નવસારી સ્વામિનારાયણ મંદિર રવિ સભાને સંબોધતા તથા શાસ્ત્રીજી મહારાજ સાર્ધશતાબ્દી મહોત્સવ વર્ષની દીપ પ્રગટાવી તથા ધજા ફરકાવી ઉદ્ઘોષણા કરતા પૂ.પુરૂષોત્તમચરણ સ્વામીએ ઉચ્ચાર્યા હતા.
તેમણે કથામૃતનું પાલન કરતા વધુમાં જણાવ્યું હતું કે, શાસ્ત્રીજી મહારાજે શ્રીજી મહારાજે પ્રબોધેલા અને વેદ ઉપનિષદમાં આલેખાયેલા અક્ષર અને પુરૂષોત્તમની ઉપાસના પ્રવર્તાવવા જાનની બાજી લગાવી દીધી હતી. આપણે આ સિદ્ધાંત બરાબર આત્મસાત કરીએ અને અન્યોને એ સિદ્ધાંત અંગે સમજ આપીએ એ માટે સૌને બુદ્ધિ, બળ અને શક્તિ મળે એવી મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના.
પ.ભ.નાનુભાઈ દેસાઈ અક્ષર પુરૂષોત્તમની ઉપાસનાનું જ્ઞાન દૃઢ થાય તે અંગે વાતો કરી હતી. આ પ્રસંગે અ.પુ.ના સિદ્ધાંતના ચાર મુખ્ય પાયા આજ્ઞા, ઉપાસના, સદ્ભાવ અને પક્ષ બાબતે ચિત્રપટના માધ્યમથી પૂ.ત્યાગવલ્લભસ્વામી, પૂ.મહંતસ્વામી અને પૂ.પ્રમુખસ્વામી મહારાજના વક્તવ્યોથી લાભાન્વિત કર્યા હતા. આ ઉપરાંત ચિત્રપટના માધ્યમથી ગુલઝારીલાલ નંદાએ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પાલનમાં ક્યારેય છૂટ છૂટ લીધી ન હતી તે સુંદર સંવાદ દ્વારા દર્શાવાયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો