• Gujarati News
  • બાળકોના મોતની તપાસ માટે ગાંધીનગરની ટીમ વાંસદામાં

બાળકોના મોતની તપાસ માટે ગાંધીનગરની ટીમ વાંસદામાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી
વાંસદા નારી સંરક્ષણ ગૃહમાં ઉપરાછાપરી બે બાળકોના થયેલા મોતના પગલે ગુજરાત રાજ્યના સમાજ સુરક્ષા વિભાગના ડેપ્યુટી ડાયરેકટરની આગેવાની હેઠળની ટીમ નવસારી જિલ્લામાં આવી
પહોંચી હતી.
હાલમાં રવિવારના રોજ વાંસદા નારી સુરક્ષા ગૃહમાં બે બાળકોના મૃત્યુ થયા હતા. આ ઘટનાની જાણ રાજ્ય કક્ષાએ થતા રાજ્ય સરકારના સમાજ સુરક્ષા વિભાગના ડેપ્યુટી ડાયરેકટર દિનાબેન પટેલ તથા તેમની ટીમ નવસારી જિલ્લામાં આવી પહોંચી હતી. સમાજ સુરક્ષા વિભાગની આ ટીમે વાંસદા નારી સુરક્ષા ગૃહમાં ફરજ બજાવતા કર્મચારીઓ તથા સંબંધિતોના નિવેદનો લીધા હતા. ઉપરાંત હાલમાં ગૃહમાં રાખેલ તથા નવસારીની હોસ્પિટલમાં ખસેડાયેલા બાળકો અંગેની માહિ‌તી પણ મેળવી હતી. વાંસદા નારી સંરક્ષણ ગૃહના મૃત્યુ પામેલા બંને બાળકોના પીએમ અને વીસેરાના રિપો‌ર્ટ બાદ મૃત્યુના ચોક્કસ કારણ જાણવા મળશે એમ જણાવાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે બે બાળકોના મૃત્યુ ઉપરાંત નારી સુરક્ષા ગૃહના છ બાળકોને પણ નવસારીની ગોહિ‌લ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ છ બાળકોમાંથી હોસ્પિટલમાં દાખલચાર બાળકો સાજા થઈ જતા પુન: નારી સુરક્ષા ગૃહ મોકલી અપાયા છે તથા બે બાળકોને આવતીકાલે હોસ્પિટલમાંથી રજા આપનાર હોવાનું જાણવા મળ્યું છે.
ચાઈલ્ડ વેલફેર કમિટીના ચેરમેન શોભનાબેન દેસાઈએ બાળકોની સ્થિતિ સારી હોવાનું જણાવ્યું હતું. બાળકોને વાઈરલ ઈન્ફેકશન હોવાનું જણાવ્યું હતું. હાલ તેમની તબિયત પણ સારી છે.