• Gujarati News
  • કાંગવઈથી ૧.પ૦ લાખનો લાકડાંનો જથ્થો ઝડપાયોૃચ્ ’ભાસ્કર ન્યૂઝ. ચીખલી ૃચ્ ’ચીખલી તાલુકાના કાંગવઈ ગા

કાંગવઈથી ૧.પ૦ લાખનો લાકડાંનો જથ્થો ઝડપાયોૃચ્/’ભાસ્કર ન્યૂઝ. ચીખલી ૃચ્/’ચીખલી તાલુકાના કાંગવઈ ગામે ચોક્કસ બાતમીના આધારે ચીખલી અને વાંસદાના વનવિભાગના અધિકારીઓએ ઉચ્ચ અધિકારીની બાતમી અને સૂચનાના આધારે છાપો મારી અંદાજિત સાડા આઠ ટન ખેરના લાકડાનો ગેરકાયદે જથ્થો ઝડપી પાડી ૧.પ૦ લાખનો પાસપરમિટ વિનાનો ખેરનો જથ્થો ઝડપી પાડી એક ખેડૂત ખાતેદાર તેમજ બે વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ૃચ્/’ ચીખલી તાલુકાના કાંગવઈ ગામે પાસપરમિટ વિનાનો ખેરના લાકડાનો જથ્થો કાપીને સગ્રહ કરાયેલો હોવાની ચોક્કસ બાતમી વલસાડ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓને મળતા ચીખલી અને વાંસદા વનવિભાગના અધિકારીઓએ કાંગવઈ ખાખરી ફળિયા ખાતે રહેતા મણીલાલ નામના ખેડૂત ખાતેદારના કબજામાંથી ૮૭૦૦ કિલો ખેરના લાકડાનો જથ્થો જેની અંદાજિત કિંમત રૂ.૧.

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ચીખલી
ચીખલી તાલુકાના કાંગવઈ ગામે ચોક્કસ બાતમીના આધારે ચીખલી અને વાંસદાના વનવિભાગના અધિકારીઓએ ઉચ્ચ અધિકારીની બાતમી અને સૂચનાના આધારે છાપો મારી અંદાજિત સાડા આઠ ટન ખેરના લાકડાનો ગેરકાયદે જથ્થો ઝડપી પાડી ૧.પ૦ લાખનો પાસપરમિટ વિનાનો ખેરનો જથ્થો ઝડપી પાડી એક ખેડૂત ખાતેદાર તેમજ બે વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ચીખલી તાલુકાના કાંગવઈ ગામે પાસપરમિટ વિનાનો ખેરના લાકડાનો જથ્થો કાપીને સગ્રહ કરાયેલો હોવાની ચોક્કસ બાતમી વલસાડ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓને મળતા ચીખલી અને વાંસદા વનવિભાગના અધિકારીઓએ કાંગવઈ ખાખરી ફળિયા ખાતે રહેતા મણીલાલ નામના ખેડૂત ખાતેદારના કબજામાંથી ૮૭૦૦ કિલો ખેરના લાકડાનો જથ્થો જેની અંદાજિત કિંમત રૂ.૧.પ૦ લાખ થાય છે તે વનવિભાગના અધિકારીઓએ કબજે કરી ખેરના લાકડાનો જથ્થો કપાવનાર સન્મુખ મોહન નાયકા રહે.કાંગવઈ ખાખરી ફળિયા તા.ચીખલી તેમજ મોહમદ અમીન રીયાઝુદ્દીન કાદરી રહે.કાંગવઈ, ઘંટી ફળિયા, તા.ચીખલી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચીખલી તાલુકાના ગામેગામ છેલ્લા કેટલાક સમયથી લાકડા ચોરીના બનાવો વધવાની સાથે લાકડાના વેપારીઓ વચ્ચે પણ સ્પર્ધાઓ ઉભી થતા કાવાદાવા અને દાવપેચ રમવાનું શરૂ થતા વેપારીઓ જ અધિકારીઓને બાતમી આપતા થતા લાકડા ચોરીના કેસો થઈ રહ્યા છે. ત્યારે વનવિભાના અધિકારીઓ નિષ્પક્ષ અને તટસ્થ તપાસ હાથ ધરે તો બીજા પણ કેસો થાય એમાં કોઈ બેમત જણાતો નથી.