• Gujarati News
  • દેસાડના યુવાનનું દાઝી જતા મોત

દેસાડના યુવાનનું દાઝી જતા મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી. ગણદેવી તાલુકાના નાની દેસાડ ગામે નિશાળ ફળિયામાં રહેતા કિરણભાઈ મંગુભાઈ નાયકા ((ઉ.વ. ૨પ)) ૨૯મી ઓકટોબરના રોજ સાંજે ૪.૩૦ કલાકની આસપાસ પોતાના ઘરમાં જ ચા બનાવવાનો પ્રયાસ કરતો હતો. તે વખતે સ્ટવ ફાટતા કિરણ ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને તાત્કાલિક ગણદેવીમાં પ્રાથમિક સારવાર અપાવી નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો પરંતુ ૯૦ ટકા જેટલા દાઝી ગયેલા કિરણ નાયકાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.