• Gujarati News
  • સાલેજ એક સુખદ સંસ્મરણ પુસ્તકનું વિમોચન

સાલેજ એક સુખદ સંસ્મરણ પુસ્તકનું વિમોચન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી : સાલેજ તા. ગણદેવીની વિકાસ સમિતિ, યુથ કલબ આર.સી.સી. તથા સરપંચ ગ્રામપંચાયતના સંયુક્ત ઉપક્રમે સુરતના જાણીતા શિક્ષણવિદ્ અને આચાર્ય ((નિવૃત્ત)) અને સાલેજના પુત્ર અમૃતભાઈ ઝીણાભાઈ નાયક લિખિત સાલેજ એક સુખદ સંસ્મરણ પુસ્તકનું વિમોચન સાહિ‌ત્ય સંગમ સુરતના વડા જનકભાઈ નાનુભાઈ નાયકના હસ્તે સભામાં થયું હતું. સભામાં ગામના અગ્રણી ડો. હર્ષદભાઈ દેસાઈએ ગામના ઐતિહાસિક યાદો તાજી કરી હતી. લેખક અમૃતભાઈએ વતનની વાતો અને વિગતો ખુબ ઝીણવટ અને ચીવટાઈથી લખી આ પુસ્તકને એક દસ્તાવેજ બનાવ્યો. વિદેશથી પધારેલા જીતુભાઈ નાયકે સાલેજની સુગંધ ગણાવી પ્રમુખસ્થાને બિરાજેલા અગ્રણી કાંતિલાલ નાયકે વડીલોના વ્યથાના વિતકો વર્ણવી વતનથી દૂર રહેતા અને સુખી થયેલા સૌને ગામનું ઋણ અદા કરવા અપીલ કરી.