• Gujarati News
  • બીલીમોરામાં રંગોળી હરિફાઈ યોજાઈ

બીલીમોરામાં રંગોળી હરિફાઈ યોજાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા : બીલીમોરામાં સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટ અને મોદી સમર્થક મહિ‌લા મંડળ દ્વારા રંગોળી હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૮૦ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લીધેલ દરેક સ્પર્ધકને મોદી સમર્થક મહિ‌લા મંડળ તથા નવસારી સાંસદ સી.આર.પાટીલના સહયોગથી આશ્વાસન ઈનામરૂપે ચાંદીના સિક્કા આપવામાં આવ્યા હતા. આ રંગોળી હરિફાઈ બે વિભાગમાં ઈનામો આપવામાં આવ્યા હતા. આર્ટિ‌સ્ટ વિભાગમાં પ્રથમ ઈનામ સોનીવાડના શાહ ધાર્મી અજીતકુમાર, દ્વિતીય પારસ એપા‌ર્ટન્ટના મિસ્ત્રી પલક નરેન્દ્રભાઈ, બીજા વિભાગમાં પ્રથમ ઈનામ શિવમ એપા‌ર્ટમેન્ટના કંસારા ભાનુબેન ધનસુખભાઈ, દ્વિતીય ઈનામ રાવલ સ્ટ્રીટના દેસાઈ ભૂમિકા કૃણાલભાઈને આપવામાં આવ્યા હતા.