• Gujarati News
  • નવતાડ ગામની યુવતીએ ફાંસો ખાધોૃચ્ ’વાંસદા વાંસદા તાલુકાના નવતાડ ગામે નહેર ફળિયામાં રહેતી ભાવના

નવતાડ ગામની યુવતીએ ફાંસો ખાધોૃચ્/’વાંસદા વાંસદા તાલુકાના નવતાડ ગામે નહેર ફળિયામાં રહેતી ભાવના અમ્રતભાઈ પટેલ ((ઉ.વ. ૨પ)) રવિવારે રાત્રે તેના ઘરે પરિવાર સાથે સુતી હતી. સોમવારે સવારે ઘરમાં તે હાજર ન હોય શોધખોળ આરંભી હતી છતાં તે મળી ન હતી. તેની લાશ તેના ફળિયાની બાજુમાં આવેલ જ્યુ ફળિયામાં રહેતા પ્રેમાભાઈ શુક્કરભાઈ પટેલના ઘર પાસે આવેલ આંબાના વૃક્ષની ડાળીએ નાયલોનની દોરીથી ફાંસો ખાઈ આપઘાત કરેલી હાલતમાં મળી આવી હતી. પોલીસ મથકે મરનાર યુવતીના પિતા અમ્રતભાઈ નગીનભાઇ પટેલે પુત્રીએ અગમ્યકારણોસર ફાંસો ખાઈ આપઘાત કર્યાની જાણ આપતા પોલીસે દ્વારા મરનાર યુવતીનું પેનલ પીએમ કરાવ્યું હતું.ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વાંસદા

વાંસદા તાલુકાના નવતાડ ગામે રહેતી એક ૨પ વર્ષીય યુવતીએ અગમ્ય કારણસર રવિવારની રાત્રિ દરમિયાન બીજા ફળિયામાં જઈ વૃક્ષ પર દોરી બાંધી ગળેફાંસો ખાઈ પોતાનું જીવતર ટૂંકાવી દીધુ હતું.

વાંસદા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિ‌તી અનુસાર વાંસદા તાલુકાના નવતાડ ગામે નહેર ફળિયામાં રહેતી ભાવના અમ્રતભાઈ પટેલ ((ઉ.વ. ૨પ)) રવિવારે રાત્રે તેના ઘરે પરિવાર સાથે સુતી હતી. સોમવારે સવારે ઘરમાં તે હાજર ન હોય શોધખોળ આરંભી હતી છતાં તે મળી ન હતી. તેની લાશ તેના ફળિયાની બાજુમાં આવેલ જ્યુ ફળિયામાં રહેતા પ્રેમાભાઈ શુક્કરભાઈ પટેલના ઘર પાસે આવેલ આંબાના વૃક્ષની ડાળીએ નાયલોનની દોરીથી ફાંસો ખાઈ આપઘાત કરેલી હાલતમાં મળી આવી હતી. આ બાબતે વાંસદા પોલીસ મથકે મરનાર યુવતીના પિતા અમ્રતભાઈ નગીનભાઈ પટેલે પુત્રીએ અગમ્ય કારણસર ફાંસો ખાઈ આપઘાત કર્યાની જાણ આપતા વાંસદા પોલીસ દ્વારા મરનાર યુવતીનું પેનલ પીએમ કરાવ્યું હતું.