• Gujarati News
  • વાંસદા તાલુકામાં પાંચ જગ્યાએથી દારૂ ઝડપાયો

વાંસદા તાલુકામાં પાંચ જગ્યાએથી દારૂ ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . વાંસદા
વાંસદા ખાતે સુરત રેંજ આઈજીની આર.આર. સેલની ટીમે પાંચ જુદા જુદા સ્થળે દરોડા પાડતા પ૨ હજારનો દારૂ પકડયો હતો.
રવિવારે વાંસદા તાલુકાના ખાંભલા ગામે ચીકન સેન્ટર ચલાવતા જશવંત થોરાટને ત્યાં રેડ કરતા તેને ત્યાંથી ૩૧૨ બોટલ કિંમત રૂ. ૧૯૨૦૦ મળી આવી હતી. કેરી માર્કેટ પાસે સુમિત્રા પટેલના ઘરેથી ૨૭૩ બોટલ કિંમત રૂ. ૧૮,૧૨પ, સંચેતી ડેન્સા પાછળ રહેતી ગીતા ઉર્ફે ગુલી પટેલને ત્યાંથી ૪૦ બોટલ કિંમત રૂ. ૩૧૨પ,સદરફળ ખાતે રહેતી લલિતા પટેલને ત્યાંથી ૬૯ બોટલ કિંમત રૂ. ૭૩૦૦, લલી પટેલને ત્યાં રેડ કરતા તેને ત્યાંથી પણ બિયર-વ્હિસ્કીની નાની મોટી ૮૦ બોટલ કિંમત રૂ. ૪પપ૦ મળી આવી હતી.વાંસદા ખાતે આર.આર.સેલે દરોડા પાડી બિયર અને વ્હિસ્કીની કુલ ૭૭૩ બોટલ કિંમત રૂ. પ૨,૩૦૦ પકડી હતી. દારૂનો વેપલો કરનાર ૪ મહિ‌લા બૂટલેગર સહિ‌ત પાંચ વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.