• Gujarati News
  • ભગવાનના ભજનમાં અંતરાયરૂપ સ્વભાવ ન રાખો: ભક્તપ્રિય સ્વામી

ભગવાનના ભજનમાં અંતરાયરૂપ સ્વભાવ ન રાખો: ભક્તપ્રિય સ્વામી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી સ્વામી નારાયણ મંદિરે સતસંગ સભા
ભાસ્કર ન્યૂઝ. નવસારી
ભગવાનના ભજનમાં, ભક્તિમાં અંતરાય કરે એવા એકે સ્વભાવ ન રાખવા. વૈરાગ્ય વિના સ્વભાવ દોષ ટળતા નથી. દ્રવ્યમાં અનેક પ્રકારના અનર્થ રહેલા છે. દ્રવ્ય અનર્થ કરાવે છે. વૈરાગ્યહિ‌ન હોય તેના હૃદયમાં ઈચ્છા હોય તો પણ સાધુતાના ગુણ આવવા દુર્લભ છે. વૈરાગ્યહીન જો કોઈ મોટા ગુણાતિત-એકાંતિક સંતની અતિશય-ગજા ઉપરાંતની સેવા કરે અને ભગવાનની આજ્ઞામાં મંડયો રહે ત્યારે ભગવાન તેના ઉપર જો કૃપાદૃષ્ટિ કરે તો કામ ક્રોધાદિક સર્વે વિકાર ટળે છે.
ઉપરોક્ત શબ્દો મુંબઈ દાદર મંદિરના ૪પ વર્ષ સુધી કોઠારી પદે રહેલા ટેક્સટાઈલ એન્જિનિયર અને સંસ્કૃતમાં પીએચડી થયેલા સંત પૂ.ભક્તિપ્રિય સ્વામીએ નવસારી સ્વામિનારાયણ મંદિરે વિ.સં. ૨૦૭૦ની પ્રથમ રવિ સત્સંગ સભાને સંબોધતા ઉચ્ચાર્યા હતા.
પૂ.ભક્તિપ્રિય સ્વામીએ કથામૃતનું રસપાન કરાવતા પ્રસંગો ટાંકી સમજાવ્યું હતું કે સર્વોપરિ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં જે નિયમો આપેલા છે તે પ્રમાણે સૌ કોઈ વર્તન કરે છે અને પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા મુજબ જીવન બનાવે તો જીવનમાં સાચા સુખ-શાંતિ મળી શકે છે. આપણને આ અલૌકિક સત્સંગ મળ્યો છે અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા એકાંતિક સંત સમર્થ સંત ગુરૂ તરીકે મળ્યા છે.
એમની કૃપા દૃષ્ટિ આપણા ઉપર થાય એમનો રાજીપો મેળવી શકીએ એ પ્રમાણે સેવા કરીએ અને પોતાને બ્રરૂપ સમજી ભક્તિ કરીએ તો તેઓ આપણા માટે અક્ષરધામના દ્વાર ખોલી આપશે. સંતોનું જીવન પરોપકાર માટે છે.