• Gujarati News
  • સાપુતારામાં કારની ટક્કરે સુરતના બે પદયાત્રી ઘવાયા

સાપુતારામાં કારની ટક્કરે સુરતના બે પદયાત્રી ઘવાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા: શિરડી સાંઈબાબાના દર્શનાર્થે સાંઈગોગા પદયાત્રા સંઘ પરવત પાટીયા સુરતથી નીકળ્યા હતા. જે રવિવારે સવારે સાપુતારા ખાતેના પેટ્રોલપંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પદયાત્રીઓને પાણી વગેરેની સેવાર્થે બે યુવાનો મોટરસાઈકલ પર સવાર થઈ સેવામાં જોડાયા હતા. તે અરસામાં સામેથી આવી રહેલ ટવેરા નં.જીજે-૧૯-એમ-૯૨૬પ એ અડફેટે લેતા અરવિંદભાઈ છગનભાઈ બ્રાણી અને સમાધાનભાઈ ભગવાનભાઈ શિંદે ((ઉ.વ.૨૨)) બંને રહે.પરવટ પાટીયા, સુરતને બંને પગે ફ્રેકચર થયું હતું. આ બંને ઇજાગ્રસ્તોને પ્રથમ સાપુતારા પીએચસીમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.