• Gujarati News
  • વાંસદામાં જલારામબાપાની શોભાયાત્રા નીકળીૃચ્ ’વાંસદા. વાંસદા તાલુકાના વાંસદા નગરના ખાંભલાઝાપા

વાંસદામાં જલારામબાપાની શોભાયાત્રા નીકળીૃચ્/’વાંસદા. વાંસદા તાલુકાના વાંસદા નગરના ખાંભલાઝાપા સ્થિત પૂ.જલારામબાપાના મંદિરે જલારામ સેવા ટ્રસ્ટ, જલારામ જનસેવા પ્રતિષ્ઠાન તેમજ વાંસદા નગરના ગણેશ મંડળો અને સામાજિક સંગઠનો તથા જલારામ મંદિરના પ્રમુખ નટવરલાલ પાંચાલ, ટ્રસ્ટી પ્રફુલભાઈ સુરતી, મિતેશભાઈ પાંચાલ, મેહુલ પટેલ, અમિત પાંચાલ, અશ્વિન પાંચાલ, જયદિપ પટેલ, ભુપેન્દ્ર ગાંધી, બલ્લુભાઈ ડે.સરપંચ, દિનેશ સુરતી, મહેશભાઈ સહિ‌તના અગ્રણીઓ મહાપ્રસાદ સમયે ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના પ્રાંગણમાં સવારથી તાલુકાભરના ભક્તોએ જલારામ બાપાના દર્શન માટે લાંબી કતારો લગાવી પૂજા-અર્ચના, શિખર ધજા, મહાઆરતીનો લાભ લીધો હતો. સાંજના સમયે જલારામ બાપાના મંદિરથી જલારામ બાપાની શોભાયાત્રા નીકળી હતી. સમગ્ર વાંસદા નગરમાં ડીજેના તાલે ભક્તો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા. વાંસદા તાલુકાના વાંસદા નગરના ખાંભલાઝાપા સ્થિત પૂ.જલારામબાપાના મંદિરે જલારામ સેવા ટ્રસ્ટ, જલારામ જનસેવા પ્રતિષ્ઠાન તેમજ વાંસદા નગરના ગણેશ મંડળો અને સામાજિક સંગઠનો તથા જલારામ મંદિરના પ્રમુખ નટવરલાલ પાંચાલ, ટ્રસ્ટી પ્રફુલભાઈ સુરતી, મિતેશભાઈ પાંચાલ, મેહુલ પટેલ, અમિત પાંચાલ, અશ્વિન પાંચાલ, જયદિપ પટેલ, ભુપેન્દ્ર ગાંધી, બલ્લુભાઈ ડે.સરપંચ, દિનેશ સુરતી, મહેશભાઈ સહિ‌તના અગ્રણીઓ મહાપ્રસાદ સમયે ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના પ્રાંગણમાં સવારથી તાલુકાભરના ભક્તોએ જલારામ બાપાના દર્શન માટે લાંબી કતારો લગાવી પૂજા-અર્ચના, શિખર ધજા, મહાઆરતીનો લાભ લીધો હતો. સાંજના સમયે જલારામ બાપાના મંદિરથી જલારામ બાપાની શોભાયાત્રા નીકળી હતી. સમગ્ર વાંસદા નગરમાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠયા હતા. શોભાયાત્રામાં અનેક ભક્તો જોડાયા હતા.



૦૯નવસારી૦૬-૦૭-૦૮ : જલારામ મંદિર ખાતે બાપાના દર્શન કરતા દર્શનાર્થીઓ તેમજ પ્રસાદનો લાભ લેતા ભક્તો તેમજ શોભાયાત્રા. તસવીર તુલસીદાસ વૈષ્ણવ