• Gujarati News
  • કોળી સમાજને રેલીમાં જોડાવા અપીલૃચ્ ’બીલીમોરા બીલીમોરા વિભાગ કોળી પટેલ સમાજ દ્વારા જાહેરજનતા જ

કોળી સમાજને રેલીમાં જોડાવા અપીલૃચ્/’બીલીમોરા બીલીમોરા વિભાગ કોળી પટેલ સમાજ દ્વારા જાહેરજનતા જોગ એક અપીલ કરવામાં આવી છે કે, તા.૩૧/૧૦/૨૦૧૩ના રોજ ખાપરવાડાની એક યુવતી સાથે દુષ્કર્મ બાદ ધૃણાસ્પદ અને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. તે હત્યારાઓ હજુ સુધી પોલીસ પકડની બહાર છે. જેથી લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. એ સ્વર્ગસ્થ યુવતીના પરિવારને ન્યાય અપાવવા માટે ખાપરવાડા અને આજુબાજુના ગામના લોકો દ્વારા તા.૧૦/૧૧/૨૦૧૩ને રવિવારે સવારે ૧૧.૦૦ કલાકે ખાપરવાડાથી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે સમગ્ર બીલીમોરામાં ફરી શિવાજી મહારાજની પ્રતિમા પાસે બે મિનિટનું મૌન પાળી સ્વર્ગસ્થ યુવતીને શ્રદ્ધાંજલિ આપી, બીલીમોરા સ્ટેશને જઈ આવેદનપત્ર આપવામાં આવશે. કોળી પટેલ સમાજ બીલીમોરા તથા ગણદેવી દ્વારા જાહેર જનતાને આ મૌન રે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા. બીલીમોરા વિભાગ કોળી પટેલ સમાજ દ્વારા જાહેરજનતા જોગ એક અપીલ કરવામાં આવી છે કે, તા.૩૧/૧૦/૨૦૧૩ના રોજ ખાપરવાડાની એક યુવતી સાથે દુષ્કર્મ બાદ ધૃણાસ્પદ અને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. તે હત્યારાઓ હજુ સુધી પોલીસ પકડની બહાર છે. જેથી લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. એ સ્વર્ગસ્થ યુવતીના પરિવારને ન્યાય અપાવવા માટે ખાપરવાડા અને આજુબાજુના ગામના લોકો દ્વારા તા.૧૦/૧૧/૨૦૧૩ને રવિવારે સવારે ૧૧.૦૦ કલાકે ખાપરવાડાથી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે સમગ્ર બીલીમોરામાં ફરી શિવાજી મહારાજની પ્રતિમા પાસે બે મિનિટનું મૌન પાળી સ્વર્ગસ્થ યુવતીને શ્રદ્ધાંજલિ આપી, બીલીમોરા સ્ટેશને જઈ આવેદનપત્ર આપવામાં આવશે. કોળી પટેલ સમાજ બીલીમોરા તથા ગણદેવી દ્વારા જાહેર જનતાને આ મૌન રેલીમાં જોડાઈ રેલીને સફળ બનાવવા તથા પિડિત પરિવારને પુરતો ન્યાય અપાવવા અને ગુનેગારને સજા થાય તે માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.