• Gujarati News
  • આટ તથા એરૂમાં જલારામ જયંતીની ઉજવણીૃચ્ ’દાંડીરોડ. આટના જલારામ મંદિરમાં જલારામ જયંતી નિમિત્તે કે

આટ તથા એરૂમાં જલારામ જયંતીની ઉજવણીૃચ્/’દાંડીરોડ. આટના જલારામ મંદિરમાં જલારામ જયંતી નિમિત્તે કેક કાપવામાં આવી હતી. મહાઆરતી દરમિયાન હજારોની સંખ્યામાં ભકતોએ હાજર રહી લાભ લીધો હતો. મહાઆરતી બાદ આટ ગામના મોરા ફળિયાના ઉર્મિ‌લાબેન ભાણા તરફથી પ્રસાદીનું આયોજન થયું હતું. જયારે એરૂ ગામના મોટા ફળિયા ખાતે યુવાનો દ્વારા બાપાની ઝુંપડી બનાવી તેમાં જલારામ બાપાનો ફોટો મૂકી જલારામ જયંતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સવારે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જલારામ બાપાના ધૂનની રમઝટ ચાલી હતી. ધૂન બાદ ભકતો માટે મહાપ્રસાદીનું પણ આયોજન થયું હતું. જેમાં ત્રણેક હજાર ભકતોએ મહાપ્રસાદીનો લહાવો લીધો હોવાનું યુવાનોએ જણાવ્યું હતું. એરૂ ખાતે કોઇ પણ ભકતો પાસેથી કોઇપણ જાતનું દાન કે ભેટ સ્વ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંડીરોડ. આટ ખાતેના જલારામ મંદિરમાં જલારામ જયંતી નિમિત્તે બર્થ ડે કેક પણ કાપવામાં આવી હતી. દરમિયાન ૧૧ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે હજારોની સંખ્યામાં ભકતોએ હાજર રહી મહાઆરતીનો લાભ લીધો હતો. મહાઆરતી બાદ આટ ગામના મોરા ફળિયાના ઉર્મિ‌લાબેન અમરતભાઇ ભાણા તરફથી ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ચારથી સાડાચાર હજાર જેટલા ભકતોએ લહાવો લીધો હોવાનું મંદિર સંચાલકો તરફથી જાણવા મળ્યું હતું. મંદિરમાં મોડી સાંજ સુધી બાપાના દર્શનાર્થે ભકતોની અવરજવર રહી હતી. જયારે એરૂ ગામના મોટા ફળિયા ખાતે યુવાનો દ્વારા બાપાની ઝુંપડી બનાવી તેમાં જલારામ બાપાનો ફોટો મૂકી જલારામ જયંતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સવારે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જલારામ બાપાના ધૂનની રમઝટ ચાલી હતી. બે કલાક ચાલેલી બાપાની ધૂનમાં યુવાનો, યુવતીઓ,મહિ‌લાઓ તથા વડીલોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. બાપાની ધૂન બાદ ભકતો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણેક હજાર ભકતોએ મહાપ્રસાદીનો લહાવો લીધો હોવાનું યુવાનોએ જણાવ્યું હતું. એરૂ ખાતે કોઇ પણ ભકતો પાસેથી કોઇપણ જાતનું દાન કે ભેટ સ્વીકારવામાં આવી ન હતી.