• Gujarati News
  • ૧૧મીથી ડાંગ જિલ્લાની બે ૃચ્ ’દિવસની મુલાકાતે રાજ્યપાલ

૧૧મીથી ડાંગ જિલ્લાની બે ૃચ્/’દિવસની મુલાકાતે રાજ્યપાલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે દિવસ રાજ્યપાલ વિવિધ સ્થળની મુલાકાત લેશે
ભાસ્કર ન્યૂઝ. આહવા
ગુજરાત રાજ્યના રાજ્યપાલ ડો. કમલા બેનીવાલ ૧૧ અને ૧૨ નવેમ્બર દરમિયાન ડાંગ જિલ્લાની મુલાકાત લેશે.
રાજ્યપાલનો પ્રવાસ કાર્યક્રમ ૧૧મીને સોમવારે સવારે ૧૦.૩પ કલાકે વઘઈ ખાતે આગમન, ૧૦.૩પથી ૧૦.૪૦ ગા‌ર્ડ‌ ઓફ ઓનર, ૧૦.૪૦થી ૧૦.૪પ વઘઈ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ, ૧૧.૦પથી ૧૧.૧પ કલાકે વઘઈ દૂધશીત કેન્દ્રની મુલાકાત, ૧૧.૨પથી ૧૧.પ૦ કલાકે કરીશ્મા સખીમંડળ-વઘઈની મુલાકાત, ૧૧.પપથી ૧૨.૨૦ કલાકે ડુંગરડા ગામે પીટીજી સેટલમેન્ટ લાભાર્થીઓ સાથે મુલાકાત-બેંક ઓફ બરોડા પ્રેરિત વક`ગ મોડેલ લાભાર્થીઓ સાથે મુલાકાત, ૧૨.૩૦થી ૧૨.પ૦ કલાકે ગીરા ગામે પાણીપુરવઠાની વાસ્મો-પાણી સમિતિ સાથે મુલાકાત, ૧.૩૦ કલાકે સરકીટ હાઉસ-સાપુતારા ખાતે આગમન ((૧.૩૦ થી ૩.૦૦ કલાકે ભોજન વિરામ-અનામત)) બપોરે ૩થી ૩.૩૦ કલાકે સાપુતારા ખાતે આવેલ એકલવ્ય મોડેલ રેસી.સ્કુલ/વિદ્યાર્થિ‌નીઓ સાથે મુલાકાત, ૩.૪૦થી ૪.૨૦ કલાકે સાપુતારા તળાવની મુલાકાત ((૪.૩૦ થી પ.૦૦ હોટલ તોરણ ખાતે અનામત)), પથી પ.૪પ કલાકે હોટેલ તોરણના સભાખંડમાં સંસદસભ્ય, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખો અને ડાંગના રાજવીઓ સાથે બેઠક, સાંજે પ.પ૦થી રાત્રે ૮.૩૦ કલાકે ભોજન અને અનામત, રાત્રે ૮.૩૦થી ૯.૩૦ કલાકે સરકીટ હાઉસ-સાપુતારા ખાતે આતશબાજી અને સાંસ્કતિક કાર્યક્રમ યોજાશે. રાત્રિ રોકાણ સરકિટ હાઉસ સાપુતારા ખાતે કરશે.
૧૨મીને મંગળવારના રોજ સવારે ૯.૩૦ કલાકે સાપુતારાથી પીપલપાડા ગામે જવા રવાના, ૧૦.૦૦ કલાકે સ્ટ્રોબેરીની ખેતી મુલાકાત, ૧૧થી ૧૧.૪પ કલાકે બોરખલ ગામે વનવિભાગના વનલ-મી યોજનાના લાભાર્થીઓ અને નવનિર્મિ‌ત ઉચ્ચત્તર માધ્યમિક શાળાની મુલાકાત, ૧૨.૩૦થી ૧૨.૪પ કલાકે આયુર્વેદિક ફાર્મસી-આહવાની મુલાકાત ((૧૨.પપથી ૨.૩૦ કલાક ભોજન-વિરામ,સરકીટ હાઉસ-આહવા)), બપોરે ૨.૩૦થી ૩.૩૦ કલાકે સરકીટ હાઉસ-આહવા ખાતે અધિકારી/પદાધિકારીઓ સાથે બેઠક, ૩.૩૦ કલાકે વઘઈ જવા રવાના, ૪.૧પથી ૪.૨પ કલાકે વઘઈ હેલીપેડ ખાતે ગા‌ર્ડ‌ ઓફ ઓનર, ૪.૩૦ કલાકે ગાંધીનગર જવા રવાના થશે.