• Gujarati News
  • ઉનાઈ ખંભાલીયામાં ૃચ્ ’જલારામ જયંતી ઉજવાશે

ઉનાઈ-ખંભાલીયામાં ૃચ્/’જલારામ જયંતી ઉજવાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ઉનાઈ
ઉનાઈ ખાતે આવેલા હાઉસિંગ સોસાયટી ખાતે અક્ષર યુથ કલબ દ્વારા પૂ. જલારામબાપાની ૨૧૪મી જન્મજયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ખંભાલીયાના સાંઈ જલારામ મંદિર ખાતે બપોરે યોજવામાં આવશે.
ઉનાઈ-ખંભાલીયા ગામ ખાતે પૂ. જલારામબાપાની ૨૧૪મી જન્મજયંતી મહોત્સવ કારતક સુદ સાતમને શનિવારના રોજ બપોરે ખંભાલીયા ગામે આવેલા સાંઈ જલારામ મંદિર ખાતે ઉજવવામાં આવશે. જ્યારે ઉનાઈ ખાતે આવેલા હાઉસિંગ સોસાયટીમાં પ્રતિવર્ષની માફક આ જ દિવસે સાંજે જલારામબાપાની પુજા-અર્ચના સાથે મહાપ્રસાદની વ્યવસ્થા અક્ષર યુથ કલબ દ્વારા કરવામાં આવશે. જેમાં ભક્તોને ભાગ લેવા મંડળ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.