• Gujarati News
  • ખાપરવાડા યુવતી પ્રકરણમાં ૧૦મીએ મૌન રેલી નીકળશે

ખાપરવાડા યુવતી પ્રકરણમાં ૧૦મીએ મૌન રેલી નીકળશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.બીલીમોરા
બીલીમોરા નજીક આવેલા ખાપરવાડા ગામમાં તા. ૩૧/૧૦/૧૩ના રોજ યુવતી ઉપર બળાત્કાર કરી તેની હત્યા થઈ હતી. આ બનાવના આટલા દિવસ પછી પણ હજુ આરોપી નહીં પકડાતા ગ્રામજનોમાં ભારે આક્રોશની લાગણી છે. ખાપરવાડા તથા આજુબાજુના ગામના ગ્રામજનો દ્વારા ૧૦મી નવેમ્બરના રોજ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મૌન રેલી ખાપરવાડાથી સવારે ૧૧ કલાકે નીકળશે જે ગોંયદી-ભાઠલા, વાઘરેચ થઈ બીલીમોરા ગંગામાતાના મંદિર થઈ મહાત્મા ગાંધી રોડ, ચીમોડીયા નાકા થઈ રેલવે સ્ટેશન નજીક શિવાજીની પ્રતિમા પાસે પહોંચશે, ત્યાં આ સદ્ગત યુવતીના માનમાં મૌન પાળી શ્રદ્ધાંજલી અપાશે. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવશે. આ રેલીમાં પાંચ હજારથી વધુ વ્યક્તિઓ જોડાનાર હોવાનું આયોજકો જણાવી રહ્યા છે.