• Gujarati News
  • વાંસદાના ભૂકંપની તંત્ર દ્વારા અવગણના

વાંસદાના ભૂકંપની તંત્ર દ્વારા અવગણના

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી, વાંસદા
વાંસદા તાલુકાના ગામોમાં ભુકંપના હળવા ઝાટકા અંગે ઉચ્ચ તંત્રને વારંવાર વાંસદા મામલતદાર અને તાલુકાના અગ્રણીઓએ રજૂઆત કરવા છતાં છેલ્લા બે માસથી આ વિસ્તારની મુલાકાત ભુકંપ નિરીક્ષકોએ લીધી નથી. વાંસદા તાલુકાના ૧પથી વધુ ગામોમાં છેલ્લા બે માસથી હળવા અને તીવ્ર ભુકંપના આંચકાનો અનુભવ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે. જ્યારે જ્યારે ભુકંપના હળવા કે તીવ્ર આંચકાનો અનુભવ થયો છે ત્યારે ગ્રામજનો અને ત્યાંના અગ્રણીઓ દ્વારા વાંસદા મામલતદાર ડી.આઈ.પટેલને મૌખિક તથા લેખિતમાં જાણ કરી હતી. વાંસદા મામલતદારે જાતે જઈ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ નિવેદન બાદ નવસારી કલેક્ટર ડો.સંધ્યા ભુલ્લરને હકીકતથી વાકેફ કર્યા છે. ત્યારે છેલ્લા બે દિવસમાં ઘોડમાળ, કાવડેજ, વાડી ચોંઢા, પીપલખેડ, રવાણીયા, વાંસકૂઈ, લીમઝર, મીયાંઝરી, જામનપાડા, બેડમાળ, ગંગપૂર, મીંઢાબારી તથા કેલીયા ગામ કે જ્યાં મોટો ડેમ બનાવાયો છે ત્યાં ૪૮ કલાકમાં અનેક વખત ભુકંપના હળવા આંચકા આવતા આ વિસ્તારના લોકો ભયભીત બન્યા છે. વાંસદા મામલતદારે ભુકંપની તીવ્રતા માપવાના સિસ્મોગ્રાફ યંત્ર મુકવા માટે રજૂઆત કરી હતી.