• Gujarati News
  • અમલસાડ માર્કેટ યા‌ર્ડ‌માં ચીકુના ૃચ્ ’સારા ભાવની શરૂઆતથી ખુશી

અમલસાડ માર્કેટ યા‌ર્ડ‌માં ચીકુના ૃચ્/’સારા ભાવની શરૂઆતથી ખુશી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમલસાડ
અમલસાડ સ્થિત એપીએમસી સબ માર્કેટયા‌ર્ડ‌માં ત્રીજના દિવસથી વેપારીઓ દ્વારા ફળાદી પાક ચીકુનુ ખુલ્લી હરાજી દ્વારા વેચાણનો શુભારંભ થયો હતો. પ્રથમ દિવસે અંદાજિત ૪,પ૦૦મણ ચીકુ માર્કેટમાં ખેડૂતો દ્વારા ઠલવાયા, જ્યારે ભાવ પણ અંદાજિત કરતા સારા આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી.
ચાલુ સાલ ચોમાસા દરમિયાન વધુ વરસાદના પગલે ચીકુનો પાક પાછળ રહેવા પામ્યો છે ત્યારે કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળે છે. અમલસાડ ખાતે વર્ષભરમાં ચીકુના પાક થકી કરોડો રૂપિયાનું ટર્નઓવર દર વર્ષે થાય છે. અહીં વેપારીઓ દ્વારા ચીકુની ખુલ્લી હરાજી કરી ખેડૂતો પાસે ખરીદાય છે.
અમલસાડ ખાતે આજરોજ ગુરૂવારે ચીકુની ખુલ્લી હરાજીના પ્રારંભમાં ૨૦ કિલોના રૂ. પ૦૦થી ૧૦પ૦ સુધી બોલી બોલાઈ હતી. અમલસાડના વેપારીઓ ખેડૂતો પાસે ચીકુ ખરીદી ગુજરાત બહાર દિલ્હી, પંજાબ, ઈંદોર, રાજસ્થાન વગેરે સ્થળોએ ટ્રક મારફત મોકલે છે. ભારત દેશમાં અન્ય રાજ્યોમાં પણ ચીકુનો પાક થાય છે પરંતુ અમલસાડના ચીકુના સ્વાદ અન્ય રાજ્યો કરતા સારો હોવાનું ચર્ચાઈ રહ્યું છે એટલે જ અમલસાડના ચીકુ ભારતભરમાં ગણનાપાત્ર થાય છે.
સરકાર દ્વારા ચીકુના પાક બાબતે જો આગળ આવે અને વિદેશમાં નિકાસ કરવામાં વિચારે તો રાજ્ય સરકારને વિદેશી હુંડિયામણની આવક મળે એમ છે. વર્ષો પહેલા અમલસાડના ચીકુ પાકિસ્તાનમાં વેચાણ અર્થે મોકલતા હતા. આરબ દેશોમાં ચીકુની સારી માંગ હોવાનું જાણવા મળે છે ત્યારે સરકાર દ્વારા ચીકુના પાક માટે વિચાર વિમર્શ કરે એ પણ જરૂરી બની ગયું છે. અમલસાડ એપીએમસી સબ માર્કેટયા‌ર્ડ‌માં સાંજે ૪થી ચીકુની ખુલ્લી હરાજી વેપારી દ્વારા થાય છે. દર શુક્રવારે ચીકુનું વેચાણ બંધ રહે છે.