• Gujarati News
  • નવસારીમાં આરટીઆઈ એક્ટિવિસ્ટોના ધરણાંૃચ્ ’નવસારી આરટીઆઈ એક્ટિવિસ્ટ અમીત જેઠવાની હત્યાના કેસમ

નવસારીમાં આરટીઆઈ એક્ટિવિસ્ટોના ધરણાંૃચ્/’નવસારી આરટીઆઈ એક્ટિવિસ્ટ અમીત જેઠવાની હત્યાના કેસમાં સીબીઆઈ દ્વારા ભાજપના સાંસદ દિનુ સોલંકીની ધરપકડ કરી છે. સીબીઆઈની કામગીરીને વખાણી નવસારી સેવા સંસ્થાના કાર્યકરોએ સવારે ૧૦થી ૧૨ કલાક દરમિયાન નવસારી પાલિકાના પટાંગણમાં ગુજરાતના ભ્રષ્ટાચારી નેતા અને અધિકારીઓને ખુલ્લા પાડવાની નેમ સાથે પ્રતિક ધરણાંનો કાર્યક્રમ આપ્યો હતો. જેમાં સેવા સંસ્થાના અધ્યક્ષ કનુભાઈ સુખડીયા, પ્રો.પ્રકાશ જાની, પ્રકાશભાઈ વગેરે જોડાયા હતા. આરટીઆઈ એક્ટિવિસ્ટને રક્ષણ આપવાની માગણી સાથે ભાજપના દાગી નેતાઓને સાથે રાખીને ગુજરાતની પ્રજાને સરકારી છેતરી રહ્યાનો આક્ષેપ કરી ગુજરાતના બીજા રાજકીય વગ ધરાવતા નેતાઓની ધરપકડની પણ માગણી કરી સાંસદ દિનુ બોધાને ફાંસીની સજા થાય તેવી માગણી કરવામાં આવી હતી. નવસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી

આરટીઆઈ એક્ટિવિસ્ટ અમીત જેઠવાની હત્યાના કેસમાં સીબીઆઈ દ્વારા ભાજપના સાંસદ દિનુ સોલંકીની ધરપકડ કરી છે. સીબીઆઈની કામગીરીને વખાણી નવસારી સેવા સંસ્થાના કાર્યકરોએ સવારે ૧૦થી ૧૨ કલાક દરમિયાન નવસારી પાલિકાના પટાંગણમાં ગુજરાતના ભ્રષ્ટાચારી નેતા અને અધિકારીઓને ખુલ્લા પાડવાની નેમ સાથે પ્રતિક ધરણાંનો કાર્યક્રમ આપ્યો હતો. જેમાં સેવા સંસ્થાના અધ્યક્ષ કનુભાઈ સુખડીયા, પ્રો.પ્રકાશ જાની, પ્રકાશભાઈ વગેરે જોડાયા હતા. આરટીઆઈ એક્ટિવિસ્ટને રક્ષણ આપવાની માગણી સાથે ભાજપના દાગી નેતાઓને સાથે રાખીને ગુજરાતની પ્રજાને સરકારી છેતરી રહ્યાનો આક્ષેપ કરી ગુજરાતના બીજા રાજકીય વગ ધરાવતા નેતાઓની ધરપકડની પણ માગણી કરી સાંસદ દિનુ બોધાને ફાંસીની સજા થાય તેવી માગણી કરવામાં આવી હતી. નવસારી પાલિકાના પટાંગણમાં સેવા સંસ્થાના કાર્યકરોએ ભ્રષ્ટાચાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.