• Gujarati News
  • ગણદેવી સુગર ફેક્ટરીની પીલાણ સિઝનનો શુભારંભ

ગણદેવી સુગર ફેક્ટરીની પીલાણ સિઝનનો શુભારંભ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગડત: સહકારી ખાંડ ઉદ્યોગ લિ. ગણદેવીની સને ૨૦૧૩-૧૪ના વર્ષની પીલાણ સિઝન નૂતનવર્ષના પ્રારંભે વિધિવત પૂજનવિધિ કરીને શરૂ કરવામાં આવી હતી.
ગણદેવી સુગર ફેક્ટરીમાં સંસ્થાના સફળ સુકાની પ્રો.જયંતિલાલ બી. પટેલ, વાઈસ ચેરમેન રતિલાલ પટેલ, બો‌ર્ડ‌ ઓફ ડિરેક્ટ‌ર્સ, એમ.ડી. ગણેશ ડી. પાટીલ તથા કર્મચારીઓની હાજરીમાં બ્રાણ પંકજભાઈ જોષીએ શાસ્ત્રોક્ત પૂજનવિધિ કરાવી નવા વરસાના પ્રારંભે જ પીલાણ સિઝનની શરૂઆત કરાવી હતી.
ગણદેવી સુગરના ચેરમેન પ્રો.જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગત પીલાણ સિઝનમાં ૧૧.૧૦ લાખ ટન શેરડીનું પીલાણ કરી ૧૩ લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન મેળવ્યું હતું. ગત વરસે ૧૧.૭૪ ટકા રિકવરી પ્રાપ્ત કરી હતી. સંસ્થાના સિદ્ધિમય આંકડાઓને બિરદાવતા ચેરમેન જયંતીભાઈએ સંસ્થાના સંચાલકો સાથે કર્મચારીઓના સિંહફાળાને બિરદાવ્યો હતો. એમ.ડી. ગણેશ ડી. પાટીલે જણાવ્યું હતું કે, ગત વરસે સારી સિઝન જતાં સંસ્થા મહત્તમ ભાવ આપવામાં સફળ રહી હતી. ચાલુ સિઝનમાં પણ સંસ્થા સારૂં પીલાણ કરી અગ્રેસર રહે તેવા પ્રયાસો અમારા રહેશે.