• Gujarati News
  • વાંસદા નજીકથી વધુ બે ૃચ્ ’બાઈકચોરો પોલીસે પકડયા

વાંસદા નજીકથી વધુ બે ૃચ્/’બાઈકચોરો પોલીસે પકડયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ અગાઉ પકડાયેલો ચોર મૂળ જૂનાગઢનો રહેવાસી,હા પકડાયેલા બે ચોરપૈકી એક વ્યારાના પીઠાદરાનો તો બીજો વાંસદાના ધરમપુરીનો
ભાસ્કર ન્યૂઝ. વાંસદા
વાંસદા પોલીસને બાઈકચોરોને ઝડપવા ૧પ દિવસમાં બીજી સફળતા મળી છે. તા. ૨૯મીના રોજ એક બાઈક ચોરને ઝડપી પાડી બે બાઈક કબજે કર્યા બાદ ગતરોજ હનુમાનબારી સર્કલ પાસેથી પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બે બાઈક ચોરોને ઝડપી પાડી એક બાઈક કબજે કર્યાછે. વધુ તપાસ અર્થે બંને બાઈકચોરોના પોલીસે કો‌ર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન વધુ એક બાઈક કબજે કરી કુલ બે બાઈક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાંસદા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિ‌તી મુજબ વાંસદા જયકિશન ચોક અને પ્રતાપ હાઈસ્કૂલ સામેથી ૨૦ દિવસ અગાઉ બે બાઈકની ઉઠાંતરી થઈ હતી. જેના પગલે પીએસઆઈ એલ.જી.ગામીત સહિ‌તની ટીમે તા. ૨૯-૧૦-૧૩ના રોજ નિતેશ ધીરૂ સાવલીયા ((રહે. જોસાણ, આંબાવાડી, જિ. જૂનાગઢ))ને ઝડપી પાડી ઉપરોક્ત સ્થળેથી ચોરાયેલી બંને બાઈકો કબજે કરી હતી. વાંસદા પીએસઆઈ એલ.જી. ગામીત, હે.કો. બિસ્તુભાઈ પટેલ, સોમાભાઈ પટેલ સહિ‌ત પોલીસ સ્ટાફ દ્વારા અન્ય બાઈકચોરોને ઝડપવા ચેકિંગ અને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. એ દરમિયાન હનુમાનબારી ચાર રસ્તા સર્કલ પાસેથી એક નંબર વગરની બાઈક ઉપર શકમંદ હાલતમાં બે ઈસમો મળતા તેઓ પાસેથી બાઈકના દસ્તાવેજી કાગળો માંગતા બંને શકમંદોએ કાગળ બતાવવા આનાકાની કરતા બંને ઈસમોની પોલીસે કડક પૂછપરછ બાદ તેઓએ જામલીયા ગામેથી સદર બાઈક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે બંને શકમંદો નામે રાકેશ ઉર્ફે અકાઈ બાબુભાઈ ગામીત ((રહે. પીઠાદરા, દાદરી ફળિયા, તા. વ્યારા, જિ. તાપી)) તથા રાકેશ ઉર્ફે રગડા બાબુભાઈ કોળચા ((રહે. ધરમપુરી, પારસી ફળિયા, તા. વાંસદા, જિ. નવસારી))ની ધરપકડ કરી ઝડપાયેલ બંને બાઈકચોરોએ કેટલી અને ક્યાં-ક્યાંથી કયા કયા વિસ્તારમાંથી બાઈકોની ઉઠાંતરી કરી છે જે અંગેની વધુ તપાસ અર્થે ઝડપાયેલા બંને ચોરોને પીએસઆઈ એલ.જી. ગામીતે કો‌ર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરી હતી.
સિવિલ જજ એસ.એસ.કાલેએ બંને બાઈકચોરોના ૯મી નવેમ્બર સુધી બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા રિમાન્ડ દરમિયાન પોલીસની કડક પૂછપરછ બાદ ઉપરોક્ત બંને ચોરોએ વલસાડ, સેલવાસની સરહદ પરથી હીરોહોન્ડા પેશન ((નં. જીજે-૧પ-જીજી-૯૨૩૩))ની ચોરી કરી હોવાની કબૂલાત અને બાઈક પીઠાદરા, તા. વ્યારા ખાતે રાકેશ ઉર્ફે અકાઈના ઘરે મુકી છે એવી કબૂલાત કરતા પોલીસે આ બાઇક પણ ગુનાના કામે કબજે કરી હતી. આમ ગતરોજ ઝડપાયેલા ઉપરોક્ત બંને ચોરો પાસેથી પોલીસે બે બાઈક કબજે કરી આગળની વધુ તપાસ પીએસઆઈ એલ.જી.ગામીતે હાથ ધરી છે.