તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ . નવસારીૃચ્ ’નેશનલ હાઈવે નં.૮ ઉપર આવેલા રજવાડા ગામમાં હનુમાન ફળિયામાં પાકા મકાનમાં

ભાસ્કર ન્યૂઝ . નવસારીૃચ્/’નેશનલ હાઈવે નં.૮ ઉપર આવેલા રજવાડા ગામમાં હનુમાન ફળિયામાં પાકા મકાનમાં અચાનક રાત્રે આગ લાગી જતા અંદાજિત રૂ.પ૦ હજારથી વધુની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. રજવાડાના ગ્રામવાસીઓને આગ લાગવાની ઘટનાની જાણ થતા પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. રજવાડા ગામમાં હનુમાન ફળિયામાં રહેતા જોગીન્દરસીંગ પુરાનસીંગનો પરિવાર રાત્રે નીંદર માણી રહ્યો હતો ત્યારે અચાનક જ તેમના ઘરમાં રાત્રે ૨.૩૦ કલાકની આસપાસ આગ લાગી ગઈ હતી. જેના પગલે શીખ પરિવાર ઘરની બહાર ભાગી છૂટયો હતો. ગામના યુવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પાણીની વ્યવસ્થા કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી

નેશનલ હાઈવે નં.૮ ઉપર આવેલ રજવાડા ગામમાં હનુમાન ફળિયામાં પાકા મકાનમાં અચાનક રાત્રે આગ લાગી જતા અંદાજિત રૂ.પ૦ હજારથી વધુની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ગ્રામવાસીઓને ઘટનાની જાણ થતા પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. રજવાડા ગામમાં હનુમાન ફળિયામાં રહેતા જોગીન્દરસીંગ પુરાનસીંગનો પરિવાર રાત્રે નીંદર માણી રહ્યો હતો ત્યારે અચાનક જ તેમના ઘરમાં રાત્રે ૨.૩૦ કલાકની આસપાસ આગ લાગી ગઈ હતી. જેના પગલે શીખ પરિવાર ઘરની બહાર ભાગી છૂટયો હતો. આગ લાગવાની વાત ગામમાં થતા જ ગામના સરપંચ પ્રકાશભાઈ આહિ‌ર સહિ‌ત ગામના યુવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પાણીની વ્યવસ્થા કરી ઘરમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં ઘરમાં મુકેલ ફર્નિ‌ચર, ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. શો‌ર્ટસર્કિટને કારણે આ આગ લાગી હોવાનું હાલ ગામમાં ચર્ચાઈ રહ્યું છે.