તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કપરાડામાં સિસ્મોગ્રાફ મશીન મુકવા માગૃચ્ ’આ ધરતીકંપ અંગે કપરાડા વિસ્તારના ધારાસભ્ય જીતુ ચૌધરીએ

કપરાડામાં સિસ્મોગ્રાફ મશીન મુકવા માગૃચ્/’આ ધરતીકંપ અંગે કપરાડા વિસ્તારના ધારાસભ્ય જીતુ ચૌધરીએ જણાવ્યું કે બે દિવસમાં આવેલા ત્રણ આંચકાઓની જાણ એસડીએમ-કલેકટરને કરવામાં આવી છે. આ સાથે જ મેં આ વિસ્તારમાં સિસ્મોગ્રાફ મશીન મુકવાની માગણી પણ કલેકટરને કરી છે. ૃચ્/’તીવ્રતા ઓછી હોવાથી નુકસાન નહીંૃચ્/’વલસાડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્ચાર્જ મામલતદાર લખાણીએ જણાવ્યું હતું કે ધરતીકંપની તીવ્રતા રિચર સ્કેલ ઉપર ૨.૦૯ જેટલી જ હતી. આ ધરતીકંપનું એપી સેન્ટર વલસાડથી સાઉથઇસ્ટમાં ૨૯ કિમી દૂર વાપી માર્ગ ઉપર નોંધાયું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, ઘટનામાં કોઇ નુકસાન થયું ન હોવાનું પણ તેમણે આ સાથે ઉમેર્યું હતું.

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વાંસદા
વાંસદા તાલુકાના પંદરથી વધુ ગામોમાં છેલ્લા સાત દિવસથી સમયાંતરે હળવા અને તીવ્ર ભૂકંપના આંચકા આવ્યા છે. અલબત્ત છેલ્લા બે દિવસમાં ૪૮ કલાક દરમિયાન ઘણાં ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જા‍યો છે. બનાવની જાણ થતા મામલતદારે અસરગ્રસ્ત ગામોની મુલાકાત કરી નિવેદનો લીધા બાદ નવસારી કલેકટરને જાણકારી આપી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
મળતી માહિ‌તી મુજબ વાંસદા તાલુકાના ઘોડમાળ, કાવડેજ, વાડીચોઢા, પીપલખેડ, રવાણીયા, કેલીયા, વાસકુઈ, લીમઝર, મીયાઝરી, જામનાપાડા, બેડમાળ, ગંગપુર, મિઢાબારી સહિ‌ત અન્ય ગામોમાં છેલ્લા સાત દિવસથી હળવા અને તીવ્ર ભૂકંપના આંચકા આવી રહ્યા છે. અલબત્ત છેલ્લા બે દિવસમાં ૪૮ કલાક દરમિયાન ભૂકંપના ઘણાં આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ સર્જા‍યો છે. છેલ્લા સાત દિવસ અને બે દિવસમાં ૪૮ કલાક દરમિયાન એકધારા ભૂકંપના હળવા અને તીવ્ર આંચકા આવતા હોવાની જાણ તાલુકા ભાજપ પ્રમુખ શાંતુભાઈ ગાવિતે મામલતદાર દેવેન્દ્ર પટેલને કરતા મામલતદારે ઉપરોક્ત અસરગ્રસ્ત ગામોની આજે બુધવારે બપોરે ૨.૩૦ કલાકે મુલાકાત લીધી હતી. જે જે ગામોમાં છેલ્લા સાત દિવસથી અને બે દિવસમાં ભૂકંપના આંચકાઓ આવ્યા છે એ તમામ ગામોના સરપંચોના નિવેદનો તેમજ ગ્રામજનો સમક્ષ પંચકેસ કરીને અસરગ્રસ્ત વિસ્તારોના તલાટીઓને સતર્ક રહેવાની સૂચના આપી હતી. જ્યારે મામલતદાર દેવેન્દ્ર પટેલે અસરગ્રસ્ત ગામોની મુલાકાતમાં કરેલા સરવે અને રિપોટિંગ અંગે નવસારી કલેકટરને જાણકારી આપી માહિ‌તગાર કર્યા હતા.
જોકે સતત ભૂકંપના આંચકાથી લોકોમાં ભય ફેલાયો છે. જ્યારે ભૂકંપથી ઉપરોક્ત વિસ્તારોમાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે અઘટિત ઘટના કે પછી નુકસાની થઈ ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.