તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નવસારીના વિસ્તારોમાં બુધવારે કરફ્યુ જેવી સ્થિતિ

નવસારીના વિસ્તારોમાં બુધવારે કરફ્યુ જેવી સ્થિતિ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી
ભાઈબીજ પૂર્ણ થવા સાથે દિવાળી પૂર્ણ થતા આજે બીજના બીજા દિવસે નવસારીના માર્ગો ઉપર કરફ્યુ જેવી સ્થિતિ જોવા મળી હતી.
છેલ્લા એક અઠવાડિયા દરમિયાન દિવાળીના તહેવારને લઈ નવસારીમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. માર્ગો ઉપર વાહનોની અવરજવર વધવા સાથે બજારમાં દુકાનોમાં પણ ગ્રાહકોની ગીર્દી વધી હતી. ગઈકાલે ભાઈબીજના તહેવાર સાથે દિવાળીના મુખ્ય દિવસો સમાપ્ત થતા સ્થિતિ બદલાયેલી જોવા મળે છે.
ભાઈબીજના બીજા દિવસ આજે બુધવારે નવસારીમાં ચહલપહલ ખૂબ જ ઓછી જોવા મળી હતી. દિવસ દરમિયાન શહેરના અંતરિયાળ માર્ગો તો ઠીક, મુખ્ય માર્ગો ઉપર પણ વાહનોની અવરજવર ખૂબ જ ઓછી જોવા મળી હતી. શહેરના બજારોમાં મહત્તમ દુકાનોના શટર બુધવારે પણ બંધ જોવા મળ્યા હતા. વેપારીઓ સહિ‌ત શહેરીજનોનો મોટોવર્ગ દિવાળીની રજાઓની સાથે બહારગામ ફરવા નીકળી ગયો હતો. બુધવારે શહેરના અનેક વિસ્તારોની શાંતિ જોતા કરફ્યું જેવી સ્થિતિ નિર્માણ થઈ હતી.
ત્રણ દિવસની રજાઓ બાદ આજે કલેક્ટરાલય, પાલિકાઓ સહિ‌તની સરકારી કચેરીઓ ખુલી થઈ હતી. જોકે, સરકારી કચેરીઓમાં કર્મચારીઓની હાજરી પાંખી જોવા મળી હતી. મુખ્ય કચેરીઓ શરૂ થઈ પરંતુ લોકોની અવરજવર નહિ‌વત જોવા મળી હતી. સંભવત: સોમવારથી નવસારી પુન: અસલ મિજાજમાં ધમધમતું થશે એવી શક્યતા છે.