તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અંધેશ્વર મંદિર નજીક ત્રણ અકસ્માત

અંધેશ્વર મંદિર નજીક ત્રણ અકસ્માત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમલસાડ
અમલસાડ અંધેશ્વર મહાદેવ મંદિર નજીક નવા વર્ષના દિવસે સાંજે ત્રણ જેટલા વાહન અકસ્માતના બનાવ બન્યા હતા. જોકે બનાવની કોઈ પોલીસ ફરિયાદ ન થઈ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
બનાવની જાણવા મળતી માહિ‌તી મુજબ અમલસાડ-અબ્રામા કોસ્ટલ હાઈવે રોડ ઉપર શ્યામ રાઈસ મિલ નજીક આટ ગામ તરફ એક નવીનકોર ઈનોવા ગાડી સાથે એક કરિશ્મા બાઈકચાલક સાથે સાંજના સમયે અથડાયા હતા, જેમાં ઈનોવા ગાડીના નુકસાન થયું હતું. બાઈકચાલકના પગમાં ઈજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં બીલીમોરા તરફ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.
બીજા બનાવમાં અંચેલી ગામનો એક યુવક પોતાની બાઈક પર સાંજે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અંધેશ્વર મહાદેવ મંદિર પાસે એક કાર સાથે અથડાતા તેને મોઢા ઉપર ગંભીર ઈજા થતા ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લોહીલુહાણ હાલતમાં ખસેડાયો હતો. તેની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે.
તદ્ઉપરાંત બે બાઈક સવાર અમલસાડ તરફ અથડાયા હતા, જેમાં બાઈકને નુકસાન થયું હતું પરંતુ બાઈકસવારને ઈજા ન થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ ત્રણ-ચાર જેટલા નવા વર્ષના દિવસે અકસ્માત સર્જા‍તા બનાવની કોઈપણ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ન નોંધાયાનું ગણદેવી પોલીસને ફોન સંપર્ક કરતા જાણવા મળી રહ્યું છે.જોકે આ તમામ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી.