તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પરિણીતાને સાસરિયા દ્વારા ત્રાસની ફરિયાદૃચ્ ’ચીખલી રૂમલા ગામની પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ

પરિણીતાને સાસરિયા દ્વારા ત્રાસની ફરિયાદૃચ્/’ચીખલી રૂમલા ગામની પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપનાર વાંસદા કંડોલપાડાના પતિ, સાસુ, સસરા સહિ‌તના સાસરિયા વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસમાં થયેલ ફરિયાદ મુજબ ખેરગામ તાલુકાના રૂમલા ગામની સેજલબેનના લગ્ન તા. ૨પ/૨/૧૨ના રોજ વાંસદા તાલુકાના કંડોલપાડા ગામે મયંક કાંતિ ઢો. પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ પતિ, સાસુ, સસરા એકબીજાની મદદગારીથી ફરિયાદીને શારીરિક-માનસિક ત્રાસ આપી તેને રસોઈ બનાવતા આવડતી નથી એમ કહી પતિને ચઢામણી કરી મરાવતા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. જે અંગે સેજલબેન મયંક ઢો. પટેલ ((હાલ રહે. રૂમલા, તા. ખેરગામ))ની ફરિયાદના આધારે પોલીસે તેના પતિ મયંત કાંતિલાલ ઢો. પટેલ, કાંતિલાલ કુંવરજી પટેલ, મિનાક્ષી કાંતિલાલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રૂમલા ગામની પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપનાર વાંસદા કંડોલપાડાના પતિ, સાસુ, સસરા સહિ‌તના સાસરિયા વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાં થયેલ ફરિયાદ મુજબ ખેરગામ તાલુકાના રૂમલા ગામની સેજલબેનના લગ્ન તા. ૨પ/૨/૧૨ના રોજ વાંસદા તાલુકાના કંડોલપાડા ગામે મયંક કાંતિ ઢો. પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ પતિ, સાસુ, સસરા એકબીજાની મદદગારીથી ફરિયાદીને શારીરિક-માનસિક ત્રાસ આપી તેને રસોઈ બનાવતા આવડતી નથી એમ કહી પતિને ચઢામણી કરી મરાવતા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. જે અંગે સેજલબેન મયંક ઢો. પટેલ ((હાલ રહે. રૂમલા, તા. ખેરગામ))ની ફરિયાદના આધારે પોલીસે તેના પતિ મયંત કાંતિલાલ ઢો. પટેલ, કાંતિલાલ કુંવરજી પટેલ, મિનાક્ષી કાંતિલાલ પટેલ ((તમામ રહે. કંડોલપાડા, તા. વાંસદા, એસબીઆઈ બેંકની સામે)) વિરૂદ્ધ શારીરિક-માનસિક ત્રાસ તથા જાનથી મારી નાંખવાની ધમકી સંદર્ભનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.