તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દેવભક્તિ અને દેશભક્તિ બંને સમાંતર

દેવભક્તિ અને દેશભક્તિ બંને સમાંતર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વાંસદા
વાંસદા તાલુકાના રૂપવેલ ગામે આ‌ર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા વૈભવલ-મી હજનનો ભવ્ય કાર્યક્રમમાં શ્રી શ્રી રવિશંકર મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે ધર્માંતરણ, યુવાને મતદાર બનવા પડશે, દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો કરી હતી.
આ‌ર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા વાંસદા તાલુકાના રૂપવેલ ગામે વૈભવલક્ષ્મી હવનનો ભવ્ય કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં સંસ્થાના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૯૬પ ગામોમાંથી એક લાખથી વધુ લોકો ઉમટયા હતા.
વાંસદા તાલુકાના ઈતિહાસમાં પ્રથમવખત ધાર્મિ‌ક કાર્યક્રમમાં આટલી મોટી જનમેદની ઉમટી હતી. આ હવન અને પૂજા વિસ્તારના લોકોને અષ્ટલ-મીની પ્રાપ્તિ થાય તે માતે બેંગ્લોર આશ્રમથી પધારેલા પ્રકાંડ પંડિતો દ્વારા શ્રી શ્રી રવિશંકરજીના સાંનિધ્યમાં કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શ્રી શ્રી રવિશંકર મહારાજે જણાવ્યું હતું કે, પ્રથમ દેશમાંથી ભ્રષ્ટાચાર અને ગરીબીનું ઉન્મુલન થવું જોઈએ. દેવભક્તિ અને દેશભક્તિ બંને સમાંતર રૂપથી મહત્વપૂર્ણ છે. દેશના વિકાસ માટે સરદાર પટેલ જેવા સક્ષમ અને નિર્ણાયક નેતૃત્વની જરૂર છે. સરદાર પટેલ દેશની આઝાદીમાં અને પ૦૦થી વધુ રજવાડાઓને એક કરવા માટે તેમણે કરેલ પ્રયાસ કોઈ ભૂલી નહીં શકે. ધર્માંતર કરવું નહીં જોઈએ અને હિ‌ન્દુ ધર્મએ એક એવો ધર્મ છે કે જેમાં તમામ ધર્મ માટે સન્માન અને પ્રેમની લાગણી હોય છે. શ્રી શ્રી રવિશંકર મહારાજે શુક્રવારે આ‌ર્ટ ઓફ લિવિંગના પ્રયત્નોથી મોડલ ગામ બનેલા વ્યારા તાલુકાનું કાકડવા અને વાંસદા તાલુકાનું કેળકચ્છ ગામની મુલાકાત લીધી હતી.