તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બોદાલી પ્રાથમિક શાળામાંથી કમ્પ્યૂટર સિસ્ટમની ચોરીૃચ્ ’નવસારી : જલાલપોર તાલુકાના બોદાલી ગામે આ

બોદાલી પ્રાથમિક શાળામાંથી કમ્પ્યૂટર સિસ્ટમની ચોરીૃચ્/’નવસારી : જલાલપોર તાલુકાના બોદાલી ગામે આવેલી સરસ્વતિ મંદિર પ્રાથમિક શાળાને તસ્કરોએ નિશાન બનાવી હતી. આ ઘટનાની જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જલાલપોર તાલુકાના બોદાલી ગામે સરસ્વતિ મંદિર પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળામાં લોકભાગીદારીથી કમ્પ્યૂટર સિસ્ટમ લગાવવામાં આવી હતી. આ સિસ્ટમને જ તસ્કરો ઉઠાવી ગયા હતા. તસ્કરોએ પ્રાથમિક શાળાને નિશાન બનાવી કમ્પ્યૂટર રૂમનું તાળુ તોડી તેમાં મુકેલ સ્પિકર સહિ‌ત કમ્પ્યૂટર નંગ ૪, મિની લેપટોપ નંગ ૧, સીપીયુ નંગ ૪ વગેરે મળી આખી કમ્પ્યૂટર સિસ્ટમ ચોરી કરી ગયા હતા. તસ્કરોએ પ્રાર્થના હોલનું તથા આચાર્ય રૂમનું તાળુ પણ તોડી નાંખ્યું હતું. રૂ. ૮૮,૦૦૦ની કિંમતની સિસ્ટમ ઉઠાવી જતા આ અંગે આચાર્ય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જલાલપોર તાલુકાના બોદાલી ગામે આવેલી સરસ્વતિ મંદિર પ્રાથમિક શાળાને તસ્કરોએ નિશાન બનાવી હતી. આ ઘટનાની જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

જલાલપોર તાલુકાના બોદાલી ગામે સરસ્વતિ મંદિર પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળામાં લોકભાગીદારીથી કમ્પ્યૂટર સિસ્ટમ લગાવવામાં આવી હતી. આ સિસ્ટમને જ તસ્કરો ઉઠાવી ગયા હતા. તસ્કરોએ પ્રાથમિક શાળાને નિશાન બનાવી કમ્પ્યૂટર રૂમનું તાળુ તોડી તેમાં મુકેલ સ્પિકર સહિ‌ત કમ્પ્યૂટર નંગ ૪, મિની લેપટોપ નંગ ૧, સીપીયુ નંગ ૪ વગેરે મળી આખી કમ્પ્યૂટર સિસ્ટમ ચોરી કરી ગયા હતા.

તસ્કરોએ પ્રાર્થના હોલનું તથા આચાર્ય રૂમનું તાળુ પણ તોડી નાંખ્યું હતું. જોકે તેઓ આ બંને રૂમમાં ચોરી કરવામાં ફાવ્યા નહતા. રૂ. ૮૮,૦૦૦ની કિંમતની સિસ્ટમ ઉઠાવી જતા આ ઘટના અંગે શાળાના આચાર્ય અનિલ પટેલે જલાલપોર ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ૧૦ ઓકટોબરના રોજ ઉપરોક્ત ઘટના બની હતી. ગ્રામવાસીઓએ કમ્પ્યૂટર સિસ્ટમની શોધખોળ કરી હતી પરંતુ તેનો કશો પત્તો લાગ્યો ન હતો. બાદમાં આખી કમ્પ્યૂટર સિસ્ટમ લોકભાગીદારીથી લેવાયેલી હોવાથી આખરે ફરિયાદ નોંધાવાઈ હતી.