તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અંબિકા નદીમાં રેતીના ગેરકાયદે વહન બાબતે પોલીસ ફરિયાદ

અંબિકા નદીમાં રેતીના ગેરકાયદે વહન બાબતે પોલીસ ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી :ગણદેવીની અંબિકા નદીના પટમાંથી રેતી ભરી ટેમ્પો ((નં. જીજે-૧૯-ટી-૨૦૭૯)) નદીના પટમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે નવસારી ખાણ અને ખનીજ ખાતાના અધિકારીઓ અને અત્રેના મામલતદારની ટીમે ટેમ્પો તપાસતા ગેરકાયદે રેતીનો સંગ્રહ કરી વહન કરાઈ રહ્યાનું બહાર આવતા ટેમ્પો અને રેતી મળી કુલ ૨,૬૧,૦પ૦નો મુદ્દામાલ જપ્ત કરી ગણદેવી પોલીસ સ્ટેશને જમા કરાવ્યો હતો. ખનીજ ખાતાના અમીતકુમાર રામકુમારે આ બાબતે વાસણના આહીર ફળિયાના કિરણ આહીર સામે ફરિયાદ નોંધાવી ગુજરાત મિનરલ એકટ ૨૦૧૦ મુજબ તેમજ વિવિધ અન્ય કલમ મુજબ ગુનો કર્યાનું જણાવી તપાસ આદરી છે. બનાવની ફરિયાદ અત્રે ગણદેવી પોલીસ સ્ટેશને ૩૦મી ઓકટોબરના રોજ નોંધાઈ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસે ટેમ્પો અને મુદ્દામાલ જપ્ત કર્યો હતો.