• Gujarati News
  • વિયર ડેમની લડતમાં મારો પુરો સહયોગ રહેશે: મેઘા

વિયર ડેમની લડતમાં મારો પુરો સહયોગ રહેશે: મેઘા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. રાજપીપળા
નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાનાં ઈન્દ્રવર્ણા ગામે મેઘાપાટકરે જાહેર સભાને સંબોધી હતી. અમદાવાદથી મોટર માર્ગે મેઘા પાટકર પહેલાં ધર્મપુરી, પરવેટા તેમજ ઈન્દ્રવર્ણા ગામે જાહેરસભા સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે આ જંગલ, જમીન, નદી તમારા જ છે.
અગાઉ જે રાજા થઈ ગયા તે પણ તમારા જ છે. જેમણે અંગ્રેજો સાથે લડાઈ કરીને આ સંપતિ બચાવી છે તો આ હક તમારો છે અને તમારો જ રહેશે. આ વિસ્તારમાં જે વિકાસની વાતો થાય છે તે વિકાસની નહીં પરંતુ વિનાશ છે ,કેમ કે આ યોજનાં વિસ્થાપિતોની છે. ગરુડેશ્વર વિયર ડેમ માટે જે કાયદા તેમજ સત્યાગ્રહની લડત લડો છે તેમાં મારી પુરતો સહયોગ હું આપીશ. એક તરફ આ જ સમયે કેવડિયા કોલોનીમાં મુખ્યમંત્રીની થ્રીડી સભા ચાલી રહી હતી. અત્રે ઉલ્લેખ નિય છે કે છેલ્લા કેટલાક વખતથી ગરૂડેશ્વરમાં બનનારા વિયર ડેમના મુદ્દે વિસ્થાપીતો દ્વારા આંદોલન ચાલી રહ્યું છે.