• Gujarati News
  • બિરલા કોપર કંપનીમાંથી ૩૭ કિલોના કોપર ભંગારની ચોરી

બિરલા કોપર કંપનીમાંથી ૩૭ કિલોના કોપર ભંગારની ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભરૂચ
દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી બિરલા કોપર કંપનીમાંથી કોપરનો ભંગાર ચોરી કરવાની કોશિષ કરનારા ૮ કામદારોને કંપનીના ગેટ ઉપરથી સિક્યુરિટી ગા‌ર્ડે‌ ૩૭ કિલોના કોપરના ભંગાર સાથે ઝડપી પાડયાં હતાં. બનાવને પગલે મરીન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિ‌તી અનુસાર, દહેજની ઔદ્યોગિક વસાહતમાં આવેલી બિરલા કોપર કંપનીની લેબર કોલોનીમાં રહેતાં વિશ્વનાથ, દિલબહાર જયલાલ સિંગ, ફરસરામ, જુવેદાસ, રાકેશ, રાજુ, તોમરસિંગ તેમજ મંગલ કંપનીમાં જ ફરજ બજાવતાં હતાં. રાત્રીના સમય ગાળા દરમિયાન તેમણે કંપનીમાં કામ કરતી વેળાં સમયાંતરે તક મળતાં કંપનીમાં પડેલો કોપરનો ઇન્સ્યુલેટ કરેલો ભંગાર ચોરી કરવાને ઇરાદે એકત્ર કર્યો હતો.
જે બાદ તેમણે એકત્ર કરેલો કુલ ~૧પ હજારની મત્તાનો ૩૭ કિલો ભંગાર આઠેય કામદારો વિશ્વનાથ, દિલબહાર જયલાલ સિંગ, ફરસરામ, જુવેદાસ, રાકેશ, રાજુ, તોમરસિંગ તેમજ મંગલે પોતાની સાથે લઇને કંપનીમાંથી નીકળવાની કોશિષ કરી હતી. દરમિયાન કંપનીના મેઇન ગેટ ઉપર સિક્યુરિટી ગા‌ર્ડે‌ તેમને તપાસતાં તેમની પાસેથી ચોરી કરેલો ભંગારનો જથ્થો મળી આવતાં તેમણે આઠેયની અટકાયત કરી હતી.
ઘટનાને પગલે સિક્યુરિટી ગા‌ર્ડે‌ તેમના અધિકારીઓને જાણ કરી સમગ્ર પ્રકરણથી વાકેફ કરતાં તેમણે તમામ આઠ કામદારો વિશ્વનાથ, દિલબહાર જયલાલ સિંગ, ફરસરામ, જુવેદાસ, રાકેશ, રાજુ, તોમરસિંગ તેમજ મંગલને મરીન પોલીસને સોંપી તેમની સામે કોપરની ચોરી કરવા અંગેની ફરિયાદ
નોંધાવી હતી.