• Gujarati News
  • ભરૂચ દહેજ રોડ પર ૨ ડમ્પર ભટકાતાં ૩નાં મોત

ભરૂચ-દહેજ રોડ પર ૨ ડમ્પર ભટકાતાં ૩નાં મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભરૂચ
ભરૂચ - દહેજ રોડ ઉપર વેસદરા ગામ પાસે રોડની સાઇડમાં ઉભેલા ડમ્પરમાં અન્ય એક ડમ્પર સાથે ભટકાતાં તેમાં બેસેલાં ભાલોદ ગામના ત્રણ શખ્સોનાં મોત નીપજ્યા હતાં.
ઝઘડિયાલનાં ભાલોદ ગામે રહેતાં અજૂર્‍ન મકવાણા તેમજ તેમના સંબંધીઓ ભાનુ ાકવાણા, મેઘા મકવાણા, અમૃતબેન મકવાણા તેમજ મંજુ રતનસંગ મકવાણા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે દહેજ જવા માટે નીકળ્યાં હતાં. તેઓ ભાલોદથી એક ડમ્પરમાં ભરૂચ ઝાડેશ્વર ચોકડી ખાતે પહોંચ્યાં હતાં. જ્યાંથી તેઓ અન્ય એક ડમ્પરમાં બેસી તેઓ દહેજ જવા માટે નીકળ્યાં હતાં. દરમિયાન ભરૂચ તાલુકામાં આવેલાં વેસદરા ગામ પાસેથી પસાર થતી વેળાં તેમના ડમ્પરના ચાલકે કોઇ કારણસર સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતાં તેમનું ડમ્પર રોડની સાઇડમાં ઉભેલાં અન્ય એક ડમ્પરના પાછળના ભાગે ધડાકાભેર ભટકાઇ ગઇ હતી. અકસ્માતમાં ડમ્પરમાં સવાર મકવાણા પરિવારના અજૂર્‍ન પ્રભાત મકવાણાનું ગંભીર ઇજાઓને કારણે બનાવ સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ૧૦૮ની ટીમ તેમજ ભરૂચ તાલુકા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર દોડી જતાં તેમણે ઇજાગ્રસ્તો ભાન, મેઘા, અમૃત તેમજ મંજુને તાત્કાલિક સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડયાં હતાં. જ્યાં ભાનુ તેમજ ૪ વર્ષની બાળકી મેઘાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ સંદભે મંજુ મકવાણાની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.