• Gujarati News
  • મતદાર જાગૃતિ માટે ભરૂચમાં પોલીસજવાનોની રેલી યોજાઇ

મતદાર જાગૃતિ માટે ભરૂચમાં પોલીસજવાનોની રેલી યોજાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભરૂચ
ભરૂચમાં ૩૦મી એપ્રિલે યોજાનારી ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહયાં છે ત્યારે મતદાર જાગૃતિ અભિયાનને પણ વેગવંતુ બનાવી દેવામાં આવ્યું છે. મતદારોને જાગૃત કરવા શહેરમાં બીટીઇટી તથા પોલીસ જવાનોએ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી રેલી યોજી હતી.
લોકસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહયાં છે ત્યારે મતદાનની ટકાવારી વધારવાની દિશામાં પ્રયાસો ચાલી રહયાં છે. મતદારોમાં મતદાન પ્રતિ જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયાં છે. બિન સરકારી સંગઠનો તથા સેવાભાવી સંસ્થાઓના સહયોગથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી મહત્તમ મતદારો ૩૦મી એપ્રિલે ચૂંટણીના દિવસે મતદાન કરે તેવા પ્રયો ચાલી રહયાં છે. મતદાર જાગૃતિ માટે ચાલી રહેલાં અભિયાનમાં હવે પોલીસતંત્ર પણ જોડાયું છે.
ભરૂચ શહેરમાં ફરજ બજાવતાં ટ્રાફિક બ્રિગેડ તથા પોલીસજવાનોએ રેલી યોજીને મતદારોને જાગૃત કરવાના પ્રયાસમાં તેમનું યોગદાન આપ્યું હતું. હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી જિલ્લા પોલીસવડા બિપિન આહિ‌રેએ રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં પોલીસ બેન્ડ સાથે ઘોડેશ્વાર પોલીસ, ટ્રાફિક પોલીસ, બીટીઇટીના જવાનો તથા ટ્રેઇની પોલીસના જવાનો જોડાયાં હતાં. પોલીસ જવાનોએ મતદાર જાગૃતિના બેન‌ર્સ ધારણ કરી મતદારોને ૩૦મી એપ્રિલે તેમના મતાધિકારનો જરૂરથી ઉપયોગ કરવા અપીલ કરી હતી.