• Gujarati News
  • થણાવામાં બાઇક સ્લિપ થતાં બાઇક પર બેઠેલી વૃદ્ધાનું મોત

થણાવામાં બાઇક સ્લિપ થતાં બાઇક પર બેઠેલી વૃદ્ધાનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભરૂચ
જંબુસર તાલુકાના થણાવા ગામે આવેલી મામીને બસમાં બેસાડવા મોટર સાઇકલ પર જંત્રાણ ગામે જઇ રહેલાં ભાણેજની મોટર સાઇકલ સ્લીપ થઇ જતાં મામીનું ગંભીર ઇજાઓને પગલે બનાવ સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે કાવી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિ‌તી અનુસાર, જંબુસર તાલુકામાં આવેલાં થણાવા ગામે રહેતાં રજનીકાન્ત રવજી ગોહિ‌લને ત્યાં પાદરાના માસા રોડ ગામમાં રહેતાં તેના મામી પુંજીબેન મનુ પઢિયાર કોઇ પ્રસંગે આવ્યાં હતાં. દરમિયાન ગઇકાલે બુધવારે તેઓ સાંજના સમયે ઘરે પરત જવા નીકળ્યાં હતાં. તે વેળાં તેમની બસ છુટી જતાં રજનીકાન્તે તેમને જંત્રાણ ગામેથી બસમાં બેસાડવાની કવાયત હાથ ધરી હતી. જેને પગલે તેઓ બન્ને એક મોટર સાઇકલ ઉપર થણાવા ગામેથી
બાઇક ઉપર જંત્રાણ ગામે જવા માટે નીકળ્યાં હતાં.
દરમિયાન થણાવા ત્રણ રસ્તા પાસેથી પસાર થતી વેળાં તેમની મોટર સાઇકલ સ્લિપ થઇ જતાં મોટર સાઇકલ ઉપર પાછળ બેસેલાં પુંજીબેન પઢિયારનું સંતુલન નહીં રહેતાં તેઓ રોડ ઉપર ફંગોળાઇ ગયાં હતાં. અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જ્યાં પ્રાથમિક સારવાર બાદ પણ તેની હાલત ગંભીર હોવાનું માલુમ પડતાં તેમને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેમનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.