• Gujarati News
  • ટીપીના વિરોધમાં આજે ૪૪ ગામોના ખેડૂતોની રેલીખેડૂતોની મહામૂલી જમીનો માલેતુજારોને આપવાનું સરકાર

ટીપીના વિરોધમાં આજે ૪૪ ગામોના ખેડૂતોની રેલીખેડૂતોની મહામૂલી જમીનો માલેતુજારોને આપવાનું સરકારનું ગુનાઇત કૃત્ય હોવાનો ભરૂચ-વાગરાના ખેડૂતોમાં ભભૂકતો રોષ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભરૂચ
ભરૂચ જિલ્લામાં નગર આયોજન માટે ઝોન પાડવા તથા ખેડૂતોની સંમતિ વિના તેમની જમીન સંપાદન કરવાની સરકારની નીતિ સામે ઉગ્ર વિરોધ સાથે ભરૂચ - વાગરાના ૪૪ ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઇ શનિવારે શક્તિનાથ સર્કલથી રેલી કાઢી કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપશે.
ભરૂચ જિલ્લામાં ખેડૂતો ખેતી લાયક જમીન બચાવવા માટે સંઘર્ષ કરી રહયાં છે. ભરૂચ અને વાગરાના ૪૪ ગામોની ખેતી લાયક જમીન ટાઉનપ્લાનિંગ માટે સંપાદિત કરવા માટે કાર્યવાહી હાથ ધરાતાં ખેડૂતો તેમની ખેતી લાયક અને મહામુલી જમીનો બચાવવા લડાયક મિજાજમાં આવ્યાં છે.ગત સોમવારે નંદેલાવ ખાતે અસરગ્રસ્ત ગામોના આગેવાનોની બેઠક મળી હતી જેમાં બંને તાલુકાના ઝાડેશ્વર, અંગારેશ્વર, નબીપુર, ચાવજ તથા અસરગ્રસ્ત પ૬થી વધારે ગામોના આગેવાનો હાજર રહી સરકાર સામે લડત આપવાની વ્યુહ રચના કરી હતી. ભરૂચ- નર્મદા જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ તથા ભરૂચ તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ હસમુખ પટેલની આગેવાનીમાં મળેલી બેઠકમાં ટાઉન પ્લાનિંગ હેઠળ પાડવામાં આવેલાં ઝોનથી ખેડૂતોને થનારા ગેર લાભો તથા સંમતિ વિના ખેડૂતોની જમીન આંચકી લેવાની સરકારની નીતિ અંગે ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.
ભરૂચ તેમજ વાગરા તાલુકામાં આવેલાં ૪૪ ગામોના ખેડૂતોએ પોતાની મહામુલી જમીનોને ઉદ્યોગપતિઓને નજીવી કિંમતે આપવાની સરકારની નિતીના વિરોધમાં છેલ્લાં શ્વાસ સુધી લડત આપવાની તૈયારીઓ દાખવી છે. જેના ભાગરૂપે ભરૂચ- નર્મદા જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ, ભરૂચ તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ હસમુખ પટેલ, ખેડૂત હિ‌ત રક્ષક દળના કોઓિ‌ર્ડ‌નેટર યાકુબ ગુરજી, ખેડૂત આગેવાન માવસંગ પરમાર, ઇશાક રાજ સહિ‌તના ખેડૂત અગ્રણીઓના નેજા હેઠળ શનિવારે બપોરના ૧ કલાકે ભરૂચ - વાગરાના ૪૪ ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઇ સરકારની ખેડૂતોને નુકશાન કરનાર નિતી અંગે સુત્રોચાર કરી રેલી કાઢવામાં આવશે.