• Gujarati News
  • ભરૂચ જિલ્લામાં ૧૩ મોડલ ૃચ્ ’મતદાન મથકો ઊભા કરાશેમતદારો માટે રેમ્પ, વ્હીલચેર, વોટરકૂલર, શૌચાલય, બે

ભરૂચ જિલ્લામાં ૧૩ મોડલ ૃચ્/’મતદાન મથકો ઊભા કરાશેમતદારો માટે રેમ્પ, વ્હીલચેર, વોટરકૂલર, શૌચાલય, બેઠકની સુવિધા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભરૂચ
ભરૂચ શહેર તથા જિલ્લાના ૧૩ મતદાન મથકોને મોડલ મતદાન મથકોની શ્રેણીમાં મુકીને જિલ્લા કલેકટર અવંતિકા સિંઘે આ મતદાન કેન્દ્રોને આધુનિક સુવિધાઓથી સજજ કરવાનો નિર્ણય કર્યો છે.
આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા માટે ચૂંટણી પંચ તરફથી નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. મતદાન મથકો ખાતે મતદાન કરવા આવતાં મતદારોની સુવિધા વધારી તેમને મતદાન માટે આર્કષવાના પ્રયાસના ભાગરૂપે જિલ્લાના ૧૩ મતદાન કેન્દ્રોને આદર્શ મતદાન કેન્દ્રો તરીકે પ્રમોટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાની ભરૂચ, અંકલેશ્વર, વાગરા, જંબુસર અને ઝઘડિયા વિધાનસભા બેઠકો તથા નર્મદાની દેડિયાપાડા અને વડોદરાની કરજણ વિધાનસભા બેઠક મળી ભરૂચ લોકસભા બેઠક બને છે. જંબુસર વિધાનસભા મત ક્ષેત્રમાંથી ૦૪, વાગરા વિધાનસભામાંથી ૦૧, ઝઘડિયા વિધાનસભામાંથી ૦૩, ભરૂચ વિધાનસભામાંથી ૦૨ તેમજ અંકલેશ્વરમાંથી ૦૩ મતદાન મથકો મળી કુલ ૧૩ મતદાન મથકોની આદર્શ મતદાન કેન્દ્રો તરીકે પસંદગી કરવામાં આવી છે. આદર્શ ((મોડલ)) મતદાન મથકો ખાતે મતદારો માટે મતદારો માટે રેમ્પ, વિકલાંગ તથા વયસ્ક મતદારો માટે વ્હીલચેર, શૌચાલય તથા વોટરકુલરની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. મતદાન મથકો ખાતે આવતાં મતદારો મત આપવા માટે તેમના ટર્નની રાહ જોઇ શકે તે માટે વેઇટિંગ રૂમની સગવડ રાખવામાં આવશે. મોડલ મતદાન કેન્દ્રો ખાતે ઉભી કરવામાં આવનારી સુવિધાઓની જિલ્લા કલેકટર અવંતિકા સિંઘે સમીક્ષા કરી સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચના આપી છે.