• Gujarati News
  • સબજેલનાં ૩૬ કેદીઓએ વિદ્યા આકારણીની પરીક્ષા આપી

સબજેલનાં ૩૬ કેદીઓએ વિદ્યા આકારણીની પરીક્ષા આપી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભરૂચ
સરકારની સરસ્વતી યાત્રા સાક્ષર ભારત યોજના અંતર્ગત ગુજરાત રાજય નિયામક સાક્ષરતા નિરંતર શિક્ષણ આયોજિત એસેસમેન્ટ ઓફ લર્નસ પરીક્ષા ભરૂચ સબજેલનાં ૩૬ કેદીઓ સહિ‌ત જિલ્લાનાં ૮ તાલુકાના પ૪૩ કેન્દ્રો ઉપરથી ૧૦૩૮૨ પરીક્ષાર્થી‍ઓએ આપી હતી.
ભરૂચ નાયબ જિલ્લા નિરંતર શિક્ષણ અધિકારી ડી.એમ.વસાવાએ જણાવ્યું હતું કે, ૯ માર્ચનાં રોજ સવારે ૧૦ થી બપોરે ૧ કલાક દરમિયાન સરકારની સરસ્વતી યાત્રા સાક્ષર ભારત યોજના અંતર્ગત એસેસમેન્ટ ઓફ લર્નસ પરીક્ષા નિયામક સાક્ષરતા નિરંતર શિક્ષણ ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા ભરૂચ જિલ્લામાં પણ યોજવામાં આવી હતી. ભરૂચ સબ જેલમાં યોજવામાં આવેલી વિદ્યા આકારણી પરીક્ષામા ૩૬ કેદીઓ ઉપસ્થિત રહ્યાં હતા. સબ જેલમાં તાલીમ વર્ગોનું આયોજન ડી.એમ.વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. એસેસમેન્ટ ઓફ લર્નસ પરીક્ષામાં ભરૂચ જિલ્લાનાં ભરૂચ, વાગરા, અંકલેશ્વર, આમોદ, હાંસોટ, વાલિયા, ઝઘડિયા અને જંબુસર તાલુકાના પ૪૩ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજવામાં આવી હતી.