• Gujarati News
  • ભરૂચ શહેરમાં ૬ હજારથી વધુ ૃચ્ ’વેપારીઓએ વ્યવસાય વેરો ભર્યો નથી

ભરૂચ શહેરમાં ૬ હજારથી વધુ ૃચ્/’વેપારીઓએ વ્યવસાય વેરો ભર્યો નથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભરૂચ
ભરૂચ શહેરમાં ૬ હજારથી વધારે વેપારીઓ તથા વ્યવસાયકારોએ તેમનો વ્યવસાયવેરો ભર્યો નહિ‌ હોવાથી તેમની સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય નગર પાલિકા સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે. વેરા વસુલાત માટે બાકીદારોને ગુરૂવારથી આખરી નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ મિલકતો જપ્ત કરવા સહિ‌તના પગલાં ભરાશે.
નાણાકીય વર્ષના અંતિમ ચરણમાં ભરૂચ નગરપાલિકાએ વેરા વસુલાતની કામગીરીને કડક બનાવી દીધી છે. વ્યવસાયવેરાની વસુલાત માટે ડોર ટુ ડોર કેમ્પેઇન શરૂ કર્યા બાદ હવે બાકી પડતાં વ્યવસાયવેરાની વસુલાત માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. શહેરમાં આવેલી હોસ્પિટલો, દુકાનો, હોટલો તથા અન્ય વ્યવસાયિક સ્થળોના સંચાલકો પાસેથી વ્યવસાયવેરાની વસુલાત કરવામાં આવે છે. વ્યવસાયવેરાની બાકી પડતી વસુલાત માટે પાલિકા પ્રમુખ દક્ષા પટેલ, મુખ્ય અધિકારી સંજય સોની તથા ગુમાસ્તાધારા કમિટિના ચેરમેન નરેશ સુથારવાલાએ ડોર ટુ ડોર કમ્પેઇન હાથ ધરવાનું પણ
નકકી કર્યુ છે.
વર્ષ ૨૦૧૩-૧૪ માટે નગર પાલિકાએ વ્યવસાયવેરા માટે ૧.૩૦ કરોડ રૂપિયાનો લક્ષ્યાંક નકકી કર્યો છે. શહેરમાં આવેલાં ૧૦ હજાર કરતાં વધારે વેપારીઓ તેમજ વ્યવસાયકારો પાસેથી આ વેરાની વસુલાત કરવામાં આવે છે.
નાણાકીય વર્ષના અંતિમ ચરણમાં ૬ હજાર કરતાં વેપારીઓ તથા વ્યવસાયકારોએ તેમનો વ્યવસાયવેરો ભર્યો નહિ‌ હોવાની વિગતો બહાર આવી છે. વ્યવસાયવેરાના લક્ષ્યાંકને પૂરો કરવા માટે નગરપાલિકા સત્તાધીશોએ શહેરના ૬ હજારથી વધારે બાકીદારોને ગુરૂવારથી આખરી નોટિસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.