• Gujarati News
  • ધો. ૧૦ ૧૨ની બો‌ર્ડ‌ની પરીક્ષામાં ત્રીજી આંખની નજર રહેશેધો. ૧૦ના ૨૪૪૮૨ , તેમજ ધો. ૧૨ વિ.પ્ર.ના ૩૦૬૧ છ

ધો. ૧૦-૧૨ની બો‌ર્ડ‌ની પરીક્ષામાં ત્રીજી આંખની નજર રહેશેધો. ૧૦ના ૨૪૪૮૨ , તેમજ ધો. ૧૨ વિ.પ્ર.ના ૩૦૬૧ છાત્રો અને ધો. ૧૨ સા.પ્ર.ના ૯૯૯૦ છાત્રો પરીક્ષા આપશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભરૂચ
આગામી ગુરૂવાર તા. ૧૩મી માર્ચથી શરૂ થનારી ધો.૧૦ અને ૧૨ની શિક્ષણ બો‌ર્ડ‌ની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે સંવેદનશીલ કેન્દ્રો તેમજ ચોક્કસ શાળાઓમાં વિડિયોગ્રાફી તેમજ સીસીટીવી દ્વારા કવરેજ કરાવવાનો ખાસ આદેશ જિલ્લા કલેકટર અવંતિકા સિંગ દ્વારા આપવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગ, પોલીસ તંત્ર, એસ.ટી, આરોગ્ય વિભાગ તેમજ વહિ‌વટી અધિકારીઓની આજે મંદળવારે ખાસ બોલાવવામાં આવેલી બેઠકમાં બો‌ર્ડ‌ની પરીક્ષા માટે જરૂરી વ્યવસ્થા ગોઠવી વહીવટી તંત્રને સજ્જ કરવામાં આવ્યું હતું.
જિલ્લામાં ધો. ૧૦ના ૨૪૪૮૨ છાત્રો ૨૬ કેન્દ્રો ઉપર તેમજ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૩૦૬૧ છાત્રો અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૯૯૯૦ છાત્રો ૧૨ કેન્દ્રો ઉપર પરીક્ષા આપશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની અગત્યતાને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર અને ભરૂચની સાત શાળામાં સી.સી.ટી.વી. દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે અને પરીક્ષા દરમિયાનની તમામ વિડિયો રેકોડિગ ની સી.ડી. શિક્ષણ બો‌ર્ડ‌ને મોકલવામાં આવશે તેમ ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી આર.જે.માછીએ જણાવ્યું હતું.