• Gujarati News
  • અસુરીયા પાટિયા નજીક તમંચાની અણીએ ~૧૩ હજારની લૂંટકીમ ચોકડીથી મારુતિ સ્વીફટ કારમાં લીફટ લેવાનું પ

અસુરીયા પાટિયા નજીક તમંચાની અણીએ ~૧૩ હજારની લૂંટકીમ ચોકડીથી મારુતિ સ્વીફટ કારમાં લીફટ લેવાનું પીપોદરાના રહીશને ભારે પડયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ભરૂચ
સુરતની કીમ ચોકડીથી કારમાં લીફટ લઇને રાજકોટ જવા માટે નીકળેલા પીપોદરાના વેપારીને અસુરિયા પાટિયા નજીક નર્જિન સ્થળે તમંચાની અણીએ લૂંટી લઇને કારમાં બેઠેલા બે યુવાનો ફરાર થઇ ગયાં હતા.હતો.
સુરતથી રાજકોટ જવા નીકળેલા પીપોદરાના રહિ‌શ પાસેથી ~૧૩ હજાર રોકડા તથા મોબાઇલ ની લૂંટ ચલાવી કારમાં બેઠેલા બે યુવાનો ફરાર થઇ ગયાં હોવાની ઘટના બાદ પોલીસ દોડતી થઇ ગઇ હતી. પીપોદરા ગામે રહેતાં વિષ્ણુભાઇ પટેલ ઘંટીની ખરીદી કરવા માટે રાજકોટ જવા માટે નીકળ્યાં હતાં. સોમવારે મળસ્કે તેઓ કીમ ચોકડી નજીક ઉભા હતાં તે વેળા સુરત તરફથી કારમાં આવેલાં બે યુવાનો તેમની પાસે આવ્યાં હતાં અને કયાં જવું છે તેમ પૂછયું હતું.
કીમથી રાજકોટ જવા માટે ~૨૦૦નું ભાડું નક્કી કરીને તેઓ કારમાં બેસી ગયાં હતાં. કારને રાજકોટ લઇ જવાને બદલે તેમણે કારને અસુરિયા પાટિયા નજીક નર્જિન સ્થળે લઇ ગયાં હતાં. બંને યુવાનોએ તમંચા તથા ચપ્પુ કાઢીને વિષ્ણુભાઇને તેમની પાસે જે હોય તે આપી દેવા જણાવતાં તેમણે તેમની પાસે રહેલાં ~૧૩ હજાર રોકડા તથા મોબાઇલ આપી દીધો હતો. રોકડા તથા મોબાઇલની લૂંટ ચલાવી બંને યુવાનો વિષ્ણુભાઇને રસ્તા પર છોડી ફરાર થઇ ગયાં હતાં. તેમણે પોલીસમાં જાણ કરતાં પોલીસ દોડી આવી હતી.