તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જયપ્રકાશ પકડાતો નથી અને ૃચ્ ’પકડાયેલો ચોર સચવાતો નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જયપ્રકાશ પકડાતો નથી અને ૃચ્/’પકડાયેલો ચોર સચવાતો નથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
સમાના ચકચારી હેમાલી મ‌ર્ડ‌ર કેસમાં સંડોવાયેલા અને છેલ્લાં બે વર્ષથી નાસતા ફરતા આરોપી જયપ્રકાશ શર્મા પકડાયો નથી ત્યારે પકડાયેલો કેદી ભાગી જાય તે બાબત આજે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને પોલીસ એક આરોપીને ઝડપી શકતી ન હોવાના કારણે પોલીસની નિષ્ફળતા સામે પણ એક પ્રશ્નાર્થ સર્જા‍યો છે.
વો‌ર્ડ‌ નંબર ૧૭નાં કોંગ્રેસનાં કાઉન્સિલર મીનલબહેન ગોહિ‌લે જણાવ્યું હતું કે, હેમાલી હત્યા કેસમાં પોલીસ સતત નિષ્ફળ ગઇ છે તે બાબત સ્પષ્ટ જણાઇ રહી છે. બે વર્ષ બાદ આરોપી ન ઝડપાય તે બાબત જ આશ્ચર્યજનક બાબત છે. નાના ગુના કરતાં આરોપીઓ ઝડપાય છે ત્યારે હત્યાનો આરોપી કેમ ન ઝડપાય ?જો પોલીસ આરોપીને બે વર્ષ બાદ પણ ન ઝડપી શકતી હોય તો આ બાબતની નોંધ રાજ્ય સરકારે પણ લેવી જોઇએ અને રાજ્ય સરકારે પણ આ અંગે જરૂરી પગલાં ભરવાં જોઇએ. આ એક સમાજ માટે કલંકરૂપ ઘટના છે અને જયપ્રકાશ નથી ઝડપાયો તેનો સીધો મતલબ એ થાય છે કે, પોલીસ હત્યા જેવા ગંભીર પ્રકારના ગુનાઓ આચરી ખુલ્લેઆમ ફરતા આરોપીને ઝડપી પાડવા માટે સક્ષમ નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો