Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજે કાયદા મંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
ભાસ્કર ન્યૂઝ. ભરૂચ
ભરૂચ શહેરના કણબીવગા વિસ્તારમાં નવ નિર્મિત લાંચ રૂશ્વત વિરોધી શાખાની નવી કચેરીનું ગુરૂવારે કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરાશે. જેની સાથે સાથે તેમના હસ્તે પોલીસ હેડ ક્વાર્ટસ ખાતે નિર્માણ પામનાર પોલીસ આવાસ તેમજ ઝઘડિયા ખાતે મુક્તિધામનું પણ ખાત મુહર્ત કરવામાં આવશે.
શહેરના મહાત્માગાંધી રોડ ઉપર ભાડાના મકાનમાં ચાલતી એસીબી કચેરીનું કણબીવગા ખાતે તૈયાર થયેલા નવા મકાનનું ગુરૂવારે કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરાશે. પોલીસ હેડક્વાર્ટર ખાતે નવનિર્માણ પામનાર પોલીસ આવાસ, તેમજ ઝઘડિયા ખાતે મુક્તિધામનું ખાતમુહૂર્ત તેમજ પ્રોટેક્શન વોલનું લોકાર્પણ કરવામાં આવશે.
સવારે ૧૦.૧પ કલાકે માતરિયા તળાવ ખાતે ઇલેક્ટ્રિફિકેશન કામગીરીનું ખાતમુહૂર્ત કર્યા બાદ ત્યાંથી કણબીવગા ખાતે નવનિર્માણ પામેલી એસીબીની કચેરીનું ૧૦.૩૦ કલાકે લોકાર્પણ કરી તૈયાર થનાર પોલીસ આવાસનું ખાતમુહૂર્ત કરશે. ઝઘડિયા ખાતે મઢી ઘાટ ખાતે તૈયાર કરવામાં આવેલી પ્રોટેક્શન વોલનું લોકાર્પણ કરી મઢી ઘાટ ખાતે જ રૂા.૮૦ લાખના ખર્ચે તૈયાર થનાર મુક્તિધામ સ્મશાનઘાટનું ખાત મુહુર્ત કરશે.